આંધ્રપ્રદેશ : ગોદાવરી નદીમાં પ્રવાસીઓની હોડી ડૂબતા 12 લોકોના મોત-27 લાપતા, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 10 લાખની સહાય જાહેર કરી

0
0

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક હોડી ડૂબતા 12 લોકોના મોત થયા છે. જ્યારે હોડીમાં સવાર લોકો પૈકીના 44 લોકો હજુ પણ લાપતા છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દેરક ટીમમાં 30 સભ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દરેક ટીમમાં 30 સભ્યો છે.

ભારે વરસાદને પગલે હાલ ગોદાવરીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ

  • મળતી માહિતી પ્રમાણે રોયલ વશિષ્ઠમાં બેસીને મોટા ભાગના લોકો રાજમુદ્રી નજીક આવેલા જાણીતા ટુરીસ્ટ સ્પોટ પાપીકોન્ડાલું તરફ જઈ રહ્યાં હતા. હોળીની શોધખોળ માટે એક હેલિકોપ્ટરને પણ કામે લગાડવામાં આવ્યું છે. છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને પગલે અત્યારે ગોદાવરી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.
  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન્ન મોહન રેડ્ડી પણ આ ઘટનાની પણેપણની માહિતી મેળવી રહ્યાં છે. તેમણે સ્થાનિક મંત્રીઓ અને ધારાસભ્યોને પણ રાહતકાર્ય પર દેખરેખ રાખવાની સૂચના આપી છે. આંધપ્રદેશ ટુરીઝમની બે હોળીઓને પણ ઘટના સ્થળે મોકલી આપવામાં આવી છે.
  • આ સિવાય મુખ્યમંત્રીએ ગોદાવરી નદીમાં ચાલતી હોડીઓના લાયસન્સ રદ કરવાનો પણ આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને નદીમાં ચાલતી તમામ હોળીઓની વિગતે તપાસ કરવા પણ સૂચના આપી છે. આ અંગે ટુરીઝમ મિનિસ્ટર મુથમસેટ્ટી રાવે જણાવ્યું હતું કે ડૂબેલી હોડી ટુરીઝમ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ ધરાવતી ન હતી. પરંતુ હોડી પાસે કાકીનાડા પોર્ટની પરવાનગી હતી.
  • આ અંગે રાજયના ગૃહ મંત્રી એમ સચરિતાએ જણાવ્યું હતું કે આ હોડીને પરવાનગી આપનાર અધિકારીઓ સામે યોગ્ય પગવા લેવામાં આવશે. તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને જન સેના પાર્ટીના નેતા પવન કલ્યાણે આ દુર્ધટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય નેતાઓએ પાર્ટીના કાર્યકર્તાઓને બચાવ કામગીરીમા ભાગ લેવા પણ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here