સાયક્લોન અમ્ફાન : પશ્ચિમ બંગાળમાં 12 લોકોના મોત : વાવાઝોડું ધીમું પડી રહ્યું છે, કોલકાતા એરપોર્ટના રનવે પર પાણી ભરાયા

0
13
  • હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ કલાક ઝડપ વધુ ધીમી પડશે
  • બુધવારે 190 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો, 5500 ઘરોને નુકસાન
  • આસામ, મેઘાલયમાં આજે 30થી 50 કિમીની ઝડપથી પવન સાથે હળવો વરસાદ પડી શકે છે

કોલકતા : પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બુધવારે તબાહી મચાવનાર વાવાઝોડું અમ્ફાન ધીમું પડી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ વિતેલા છ કલાકમાં તે 27 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધ્યું હતું. આગામી ત્રણ કલાકમાં તે વધુ નબળું પડે તેવી સંભાવના છે.  આસામ, મેઘાલયમાં આજે 30થી 50 કિમીની ઝડપથી પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લીધે બુધવારે 190 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો.

કોલકાતા એરપોર્ટના રનવે પર પાણી ભરાયા

વાવાઝોડાએ એરપોર્ટ ઉપર ભારે તારાજી સર્જી છે. એરપોર્ટ ઉપર ચારેય બાજુએ પાણી ભરાઈ ગયા છે. આ એરપોર્ટ ઉપર પેસેન્જર્સ ફ્લાઈટ્સ 25 માર્ચથી રદ્દ કરાઈ છે. માત્ર કાર્ગો અને વંદે ભારત મિશનની ફ્લાઈટ્સ આવી રહી હતી. તેને પણ હાલ રોકી દેવાઈ છે.

અમ્ફાનના કારણે ઓરિસ્સામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના જણાવ્યા મુજબ રાજ્યમાં 12 લોકોના મોતનું અનુમાન છે. 5500 ઘરોને નુકસાન થયું છે. મમતાના મતે વાવાઝોડાથી હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયુંછે. સાચા આંકડા માટે 3-4 દિવસ લાગી શકે છે.

6.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા

વાવાઝોડું બુધવાર બપોર પછી કોલકાતા પહોંચ્યું હતું. સાંજે સાડા સાત વાાગ્યા પછી પવનની ઝડપ ધીમી પડી હતી. પાંચ કલાકમાં વાવાઝાડાએ તબાહી મચાવી દીધી હતી.  વાવાઝોડા પહેલા 6.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. બંગાળમાં  5 લાખ લોકોને અને ઓરિસ્સામાં 1.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે વાવાઝોડાના માર્ગ અને સમયનું સાચું આકલન કરવાથી રેસ્ક્યુ ટીમને મદદ મળી.

વાવાઝોડાથી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કેટલા જિલ્લા પ્રભાવિત?

ઓરિસ્સાના નવ જિલ્લા ગંજમ, જગતસિંહપુર, કટક, કેંદ્રાપાડા, જાજપુર, ગંજામ ભદ્રક અને બાલારોસ પ્રભાવિત છે. પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુર, 24 દક્ષિણી, ઉતરી પરગના, હાવડા, હુગલી, પશ્ચિમી મિદનાપુર અને કોલકતામાં તેની અસર જોવા મળી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here