સુરત : વેપારીની કારમાંથી 12 લાખ ચોરી ચોરે અજમેર જઈ 3 દિવસ હોટેલમાં રોકાઇ 4.38 લાખના જલસા કર્યા

0
28

સુરતઃ ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક પાસે સાડીના એક શોરૂમ પાસે માલિકની ઓડીકારમાંથી 12 લાખની રોકડની ચોરી કરી ભાગી ગયેલા બે ચોરોને ક્રાઇમબ્રાંચે પકડી પાડયા હતા. બન્ને ચોરો ચોરી કરી ચારેક મિત્રો સાથે અજમેર દરગાહે ગયા હતા. અજમેરમાં 3 દિવસ સુધી ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાઇ વોલ્વો અને પ્રાઇવેટ કારોમાં ફરી પાછા સુરત આવ્યા હતા. સુરતમાં આવીને જાણે પોતાની ચોરીની કોઈને ખબર પડી નથી એવું માનીને બન્ને ચોરો બડેખાં ચકલા ખ્વાજા દાનાની દરગાહે માથું ટેકવા જતા હતા. તે વખતે રસ્તામાંથી શનિવારે સવારે ક્રાઇમબ્રાંચના હે.કો નિતેશ તનસુખ અને પો.કો.દેવેન્દ્ર ગંભીરદાને બન્નેને દબોચી લીધા હતા.

8 લાખનો મુદામાલ કબજે કર્યો

મોહમંદ હુસેન મોહમંદ યુસુફ શેખ(39)(રહે,ખજૂરાવાડી, , મુગલીસરા) તથા મોહમંદ નઈમ ઈમ્તિયાઝ દાતા(32)(રહે,નવાબી મસ્જીદ સામે, નાનપુરા)ની પાસેથી 7.62 લાખની રોકડ, 3 મોબાઇલ 23600 તેમજ ઓટોરિક્ષા 15 હજાર મળી 8 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. સ્ટાફે જણાવ્યું કે 20મી તારીખે 12 લાખની ચોરી કરી ચોરોએ અજમેરમાં મિત્રો સાથે જલસો કરી 4.38 લાખની રકમ વાપરી નાખી હતી. મોહમંદ હુસેન શેખ 2017માં ઉમરા પોલીસમાં ગાડીના કાચ તોડી તેમજ ચોકબજારમાં ચોરીના ગુનામાં તથા રિક્ષાચાલક મોહમંદ નઈમ દાતા 2016માં અઠવા પોલીસમાં અપહરણ, 2017માં કારના કાચ તોડવામાં ઉમરા પોલીસમાં તેમજ 2019માં મહિધરપુરા પોલીસમાં એકસીડન્ટમાં પકડાયો હતો. ચોરોને પકડવા ક્રાઇમબ્રાંચે ઘોડદોડ રોડના જમનાનગરથી લઈને ભાગળ સુધીના કેમેરામાં દેખાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here