મહેસાણા જિલ્લામાં કોરોનાના 12 નવા કેસ,16 દર્દીઓને રજા અપાઇ, 59ના સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ

0
7

મહેસાણા જિલ્લામાં મંગળવારે 12 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણામાં 4 પૈકી 3 સંક્રમિતો મહેસાણા શહેરના છે. જ્યારે ઊંઝા અને કડીમાં 3-3 તેમજ વિસનગર અને વડનગરમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. શહેરના 7 અને ગ્રામ્યના 5 દર્દીના સંપર્કમાં આવેલા 280થી વધુને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરનાર આરોગ્ય વિભાગના કહેવા મુજબ મોટાભાગના દર્દી સંક્રમિત ક્યાંથી કોના થકી થયા તે બાબત છુપાવતા હોઇ સંક્રમણ આગળ વધતું અટકાવવું મુશ્કેલ બન્યું છે. બીજી બાજુ, છેલ્લા 3 દિવસમાં સેમ્પલીંગની સાથે પોઝિટિવ દર્દીઓ પણ ઘટ્યા છે. મંગળવારે 16 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. હજુ 369 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. 59 શંકાસ્પદોના સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે.

ઉ.ગુ.માં 48 નવા કેસ બેનાં કોરોનાથી મોત

પાટણ જિલ્લામાં કોરોનાથી શંખેશ્વર તાલુકાના શીપુર ગામના 55 વર્ષના આધેડનું મોત થયું હતું, જ્યારે નવા 21 કેસ આવ્યા છે. બનાસકાંઠામાં 8 અને અરવલ્લી જિલ્લામાં 3 કેસ તો સાબરકાંઠામાં 8 કેસ તેમજ હિંમતનગરના વગડી ગામના 58 વર્ષીય આધેડનું મોત થયું હતું.

સંક્રમિત દર્દીઓ
મહેસાણા :

 • મોઢેરા રોડ (70)(મહિલા)
 • લવાર ચકલા (45)(પુરૂષ)
 • લાખવડી ભાગોળ (38)(પુરૂષ)
 • લક્ષ્મીપુરા (65)(પુરૂષ)

ઊંઝા :

 • ભરતનગર સ્કૂલ (60)(મહિલા)
 • ભરતનગર સ્કૂલ (64)(પુરૂષ)
 • દુધલીની દેશ (62)(પુરૂષ)

કડી :

 • છત્રાલ રોડ (58)(પુરૂષ)
 • કલ્યાણપુરા (61)(પુરૂષ)
 • કુંડાળ (45)(પુરૂષ)

વિસનગર :

 • કાંસા (55)(મહિલા)

વડનગર :

 • સુંઢિયા (52)(પુરૂષ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here