Home રાજકોટ કોરોના અપડેટ રાજકોટ : 12 દર્દીના સેમ્પલ લેવાયા, સસ્તા અનાજની દુકાને લોકોની...

કોરોના અપડેટ રાજકોટ : 12 દર્દીના સેમ્પલ લેવાયા, સસ્તા અનાજની દુકાને લોકોની લાંબી લાઇન લાગી,

0
7

રાજકોટ. આજથી સસ્તા અનાજની દુકાનેથી  મફ્ત અનાજ લોકોને આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના હનુમાન મઢી ચોકમાં આવેલી સસ્તા અનાજની દુકાને લોકોની લાંબી લાઇન લાગી છે. લોકો તંત્રએ કરેલા સર્કલમાં જ ઉભા રહી નિયમોનું પાલન કરી રહ્યા છે. ટોળાશાહી ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં સસ્તા અનાજની દુકાને લોકોની લાઇન લાગી

રાજકોટમાં 12 દર્દાના સેમ્પલ લેવાયા

કોરોના વાઇરસને લઇને વિદેશથી આવેલા ઇને બહરાન રાજ્યમાંથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. રાજકોટમાં હાલ 315 લોકો હોમ ક્વોરન્ટીન છે. લોકડાઉન વચ્ચે પણ હોમ ક્વોરન્ટીનનો ભંગ કરી લોકો બહાર ઘૂમી રહ્યા છે. આથી હોમ ક્વોરન્ટીન લોકો જાહેરનામાનો ભંગ ન કરે તે માટે રાજકોટ મનપાએ અગત્યનો નિર્ણય લીધો છે. હોમ ક્વોરન્ટીન લોકોના ઘરની બહાર ગાર્ડ મુકવામાં આવશે. હોમ ક્વોરન્ટીન લોકો બહાર નીકળવાની ફરિયાદો મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં આજે 1 એપ્રિલે 12 શંકાસ્પદ કોરોના વાઇરસના દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 8 રાજકોટ શહેરના, બે ગ્રામ્ય અને બે અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. તેમજ બેબાળકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

દિલ્હીના નિઝામુદ્દીમાં ગીર સોમનાથ જિલ્લાના લોકો પણ ગયાની શંકા

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના લોકો પણ ગયાની શંકા છે. ગીર સોમનાથ પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે. જિલ્લા LCB દ્વારા જિલ્લાભરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાંથી કેટલાક લોકો દિલ્હી ગયાની શંકા સેવાઇ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App