Friday, April 19, 2024
Home12 વર્ષના માસુમ બાળકનાં કમરના ભાગે ટાયર ચઢી જતાં મોત
Array

12 વર્ષના માસુમ બાળકનાં કમરના ભાગે ટાયર ચઢી જતાં મોત

- Advertisement -

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

વલથાણ પાસે હાઈવે પર આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બાઇકે પણ અચાનક બ્રેક મારવી પડી હતી. જેથી પાછળ બેસેલા પુત્ર નીચે પટકાતા પાછળથી આવતી ટ્રક તેની પર ફરી વળી હતી. મુળ રાજસ્થાનના અને હાલ કામરેજના નનસાડ ગામે રહેતા દિનેશકુમાર હરસીરામ મીણાનો સાળો ડીંડોલીમાં કાફે ચલાવે છે. પરંતુ તે હાલ ગામ ગયો હોવાથી કાફેની જવાબદારી તેણે દિનેશ કુમારને સોંપી હતી. જેથી બુધવારના રોજ એટ કાફેમાં બર્થડે પાર્ટીનું આયોજન હોય તેની તૈયારી માટે દિનેશ ઘરેથી ડીંડોલી જવા તૈયાર થતો હતો. ત્યારે દિનેશનો 12 વર્ષનો છોકરો અમને પણ સાથે આવવાની જીદ કરતા બંનેે પિતા પુત્ર બાઇક (GJ 16 CR 0887)પર ડીંડોલી જવા નીકળ્યા હતાં.

બંને પિતા પુત્ર હાઇવે પર વલથાણ ગામની સીમમાં હોલસેલ શાકભાજી માર્કેટ સામેથી પોણા બાર વાગે પસાર થતાં હતાં. ત્યારે આગળ ચાલતી ટ્રકનાં ચાલકે અચાનક બ્રેક મારતા દિનેશેે પણ મોટર સાઈકલનેે બ્રેક મારતા પાછળ બેઠેલો અમન રોડ પર પટકાયો હતો. તે વખતે પાછળથી ધસી આવેલી ટ્રકનાં ચાલકે બેદરકારીથી ગફલતભરી રીતેે ટ્રક અમન પર ચઢાવી દીધી હતી. 12 વર્ષના માસુમ બાળકનાં કમરના ભાગે ટાયર ચઢી જતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.ઘટના અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આજ દીકરાના જન્મ સમયે માતાનું મોત થયું હતું

દિનેશ મીણાને સંતાનમાં મત્ર અમન જ હતો. અમનનાં જન્મ સમયે જ તેની માતાનું મોત થઇ જતાં દિનેશ મીણાએ જન્મથી જ 12 વર્ષ નાં અમનનેે ઉછેર્યો હતો. જે વહાલ સોયા પુત્રનું નજર સામે જ કરૂણ મોત થતાં પિતા દિનેશ મીણા પર દુખનું આભ તુટી પડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular