Monday, October 18, 2021
Homeવડોદરા : કોરોના વાઈરસની મહામારી સામે લડવા આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં...
Array

વડોદરા : કોરોના વાઈરસની મહામારી સામે લડવા આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

  • વડોદરામાં મૃતક 58 વર્ષના પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા
  • નાગરવાડામાં પહેલો કેસ આવ્યા પછી લેવાયેલા 92 લોકોના સેમ્પલ હજી પેન્ડિંગ 

વડોદરા : કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે વડોદરા રેલવે વિભાગ દ્વારા વડોદરા શહેરમાં આઇસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર કરાયા છે. દરેક કોચમાં ડોક્ટર માટે એક કેબિન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવેની હોસ્પિટલમાં 50 બેડ અને આઇસીયુની સુવિધા કરવામાં આવી છે. આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને ઓ.એસ.ડી. વિનોદ રાવે તૈયાર થયેલા કોચની મુલાકાત લીધી હતી.

ગોત્રી હોસ્પિટલ

પ્રતાપનગર ખાતે 42 કોચ આઇસોલેશન માટે તૈયાર કરાશે

દેશમાં કોરોના મહામારીનીને પગલે રેલવે દ્વારા ટ્રેનના જૂના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવાઈ રહ્યા છે. વડોદરા ડિવિઝનના પ્રતાપનગર વર્કશોપ અને ડેપોમાં 42 કોચ તૈયાર થવાના છે. જે પૈકી પ્રાથમિક તબક્કે 15 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કોચ ઉપર કોવીડ 19ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. બે ટોઇલેટ પૈકી એકને બાથરૂમ બનાવવામાં આવ્યું છે. ઓક્સિજન અને વેન્ટીલેટર માટે સાઇડની સીટ કાઢી નાખવામાં આવી છે. ટ્રેનના 20 વર્ષ જૂના કોચમાં આઇસોલેશન માટે પરિવર્તિત કરાયા છે. રેલવે બોર્ડ 20 હજાર કોચ આઇસોલેશન વોર્ડમાં બદલશે. જે પૈકી વેસ્ટન રેલવે 460 કોચ તૈયાર કરશે.

મૃતક 58 વર્ષના પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

અકબરખાન પઠાણને 5 એપ્રિલે હાર્ટ એટેક આવ્યા બાદ વાઘોડિયા પાસે આવેલી પીપરીયા હોસ્પિટલમાં સારવાર વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લતીપુરા ટીમ્બી ગામના અકબરખાન પઠાણ(58)નો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અકબરખાન પઠાણને 5 એપ્રિલે હાર્ટ એટેક આવ્યા બાદ વાઘોડિયા પાસે આવેલી પીપરીયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનામાં કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેમને 7 એપ્રિલે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના વાઈરસના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું આજે સવારે મોત નીપજ્યું હતું. તેઓ ડાયાબિટીસની બીમારીથી પણ પિડાતા હતા.

નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 4 કોરોના વાઈરસ પોઝિટિવ કેસ નોંધાયા

બે દિવસ પહેલાં જ તંત્ર દ્વારા કોરોના રેડ ઝોન તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારમાં 3 કોરોના પોઝિટિવ મળ્યા બાદ મંગળવારે ચોથો પોઝિટિવ કેસ જાહેર કરાયો હતો. નાગરવાડામાં જ ત્રણ દિવસમાં ચાર પોઝિટિવ દર્દીઓ જાહેર થયા છે. આ કેસ બાદ આ સંક્રમણ કેટલું વ્યાપક બન્યુ છે તે જાહેર થઈ ગયું છે બીજી તરફ તંત્ર દ્વારા હજી પણ 92 રિપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. અને આ રિપોર્ટ આવ્યા બાદ સ્ફોટક માહિતી કોરોનાને લગતી આવે તો પણ નવાઈ નહીં.

24 કલાકમાં 131 નમૂના લેવાયા, 92 રિપોર્ટ પેન્ડિંગ

આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં 24 કલાકમાં 131 નમૂના લેવાયા હતા. 92 પેન્ડિંગ રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી સયાજી હોસ્પિટલમાં 175, ગોત્રીમાંથી 163 અને સહયોગી હોસ્પિટલમાંથી 32 નમૂના મોકલવામાં આવ્યાં છે. હાલમાં ગોત્રી હોસ્પિટલ ખાતે 6 પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જેમાં વડોદરાના નાગરવાડાના ફિરોજ ખાન પઠાણ, 15 વર્ષીય સફાનશેખ, આલમખાન પઠાણ, વિપુલભાઇ પટેલ અને બોડેલીના ફિકાયતુલ્લાખાનનો સમાવેશ થાય છે. જ્યારે ગોત્રીના આઇસોલેશન વોર્ડમાં 58 વર્ષીય વિદ્યાબેન, હલ્કે યાદવ , સુનિલ કુમાર, પ્રદીપ કુમાર અને શારદાબેન નામના દર્દીઓ શંકાસ્પદ હોવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. તેમના રિપોર્ટ આવવાના હજી બાકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments