રાજકોટની શાળાની ‘રિફન્ડેબલ ફી’ સ્કીમને નામે 121 વાલીઓ સાથે છેતરપીંડી

0
0

શિક્ષણને નામે છેતરપીંડી સમુ રાજકોટની આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલનું રિફન્ડેબલ ચીટ કૌભાંડ સામે આવ્યું છે. 121 વાલીઓ પાસેથી રિફન્ડેબલ ફીને નામે લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

ઈન્ટરનેશનલ કક્ષાની સ્કુલ હોવાનું કહીને વાલીઓ પાસેથી રિફન્ડેબલ ફીને નામે લાખો રૂપિયા વસૂલીને શાળા સંચાલકો ગુપચુપ બેસી ગયા છે. જ્યારે આ શાળા વિશે દિવસેને દિવસે અવનવા ખુલાસા થતા રહે છે. આ શાળા એક વર્ષથી બંધ થઈ ગઈ છે પરંતુ વાલીઓને 121 વાલીઓને ફી પાછી મળી નથી.

શું હતો વાયદો?
વાલીઓનું કહેવું છે કે, એડમિશન વખતે આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલમાં રીફંડેબલ ફી કહીને વાલીઓ પાસેથી અમુક રકમ વસુલવામાં આવતી. શાળા આ ફીના બદલામાં વાયદો આપ્યો હતો કે, વિદ્યાર્થી શાળા છોડે એટલે આ ડિપોઝીટ તરીકે લીધેલી ફી પરત આપવામાં આવશે. પરંતુ લગભગ છેલ્લા 2 વર્ષથી શાળા બંધ થઈ ગઈ છે.

કોણ છે સંચાલકો
આર્ષ મહા વિદ્યાલયના પ્રિન્સિપાલ ધવલ સિંગાલા, એકેડેમીક હેડ મનોજ સુતરીયા હતા અને સંચાલક મુકેશભાઈ પુનાભાઈ ડાભી હતા. માર્કેટીંગ હેડની જમીનમાં આ શાળા ખોલવામાં આવી હતી. આર્ષ મહા વિદ્યાલયમાં ડિપ્લોમાં ઈન એન્જિનિયરીંગ સ્કુલમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પણ આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલના પ્રમેશન અને માર્કેટીંગમાં જોડી દીધા હતા. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ઘરે ઘરે જઈને શાળાનું પ્રમોશન કર્યુ હતુ.

શાળાની જગ્યાએ હતી એન્જિનિયરીંગ કોલેજ
આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલની જગ્યાએ પહેલા આર્ષ મહાવિદ્યાલય એન્જિનિયરીંગ કોલેજ હતી. જે એન્જિનિયરીંગનો ડિપ્લોમાં કોર્ષ ભણાવતી હતી. એ પછી ત્યાં સાયન્સ સ્કુલ ખોલવામાં આવી જે પછીથી અલગ થઈ ગઈ. એન્જિનિયરીંગ કોલેજ બંધ કરીને અહીં ઈન્ટરનેશનલ સ્કુલ ખોલવામાં આવી હતી.

ઈન્ટરનેશનલ કક્ષાની શાળામાં મજૂરો હતા શિક્ષક
એન્જિનિયરીંગ કોલેજમાં 80 પ્રોફેસર હતા જેમાંથી સ્કુલ બનાવી અને લોકો પાસેથી ડિપોઝીટ ઉઘરાવી હતી. શિક્ષકોને બદલે આઉટસોશીંગ કરીને ગુજરાતીને હિન્દી શિક્ષક ભણાવતા હતા. મજૂરોને ગ્રુમ કરીને શિક્ષક બનાવવામાં આવ્યા હતા. એન્જિનિયરીંગ શાળાના પ્રોફેસરે જ શાળામાં ચાલતી લાલિયાવાડી વિશે જણાવ્યું હતુ કે, પહેલા હોર્સ રાઈડીંગ અને ત્યાર બાદ એન્જિનિયરીંગ કોલેજ અને પછી સ્કુલ બનાવી શાળાના સંચાલકોને પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here