Monday, January 24, 2022
Home122 રનમાં 8 વિકેટ ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથની સદી થકી 284...
Array

122 રનમાં 8 વિકેટ ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથની સદી થકી 284 રન કર્યા, દિવસના અંતે ઇંગ્લેન્ડ 10/0

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ 2019/20ની એજબેસ્ટન ખાતે શાનદાર શરૂઆત રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરતા ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથની મેરેથોન 144 રનની ઇનિંગ્સ થકી પ્રથમ દાવમાં 284 રન કર્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડે 5 વિકેટ લીધી હતી અને સ્મિથને બોલ્ડ કરીને એશિઝમાં 100મી વિકેટ પૂરી કરી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે વિના વિકેટ ગુમાવી 10 રન કર્યા છે. રોરી બર્ન્સ 4 રને અને જેસન રોય 6 રને રમી રહ્યા છે.

કાંગારુંએ છેલ્લી 2 વિકેટમાં 162 રન ઉમેર્યા: ઓસ્ટ્રેલિયાએ 122 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. તેમના સાત બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ત્યારે તેઓ 150 રનનો આંક પણ વટાવશે કે નહીં તે અંગે શંકા જણાતી હતી. જોકે પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે એક છેડો સાચવી રાખીને તેના કરિયરની શ્રેષ્ઠ ઇનિંગ્સ પૈકી એક રમી હતી. તેણે 219 બોલમાં 16 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 144 રન કર્યા હતા. 9મી વિકેટ માટે તેણે પીટર સિડલ સાથે 88 રન જોડ્યા હતા. સિડલે 85 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું,. તેના આઉટ થયા પછી સ્મિથે છેલ્લી વિકેટ માટે નેથન લાયન સાથે 74 રન ઉમેર્યા હતા. આ ભાગીદારીમાં લાયને માત્ર 4 રન કર્યા હતા. તે દર્શાવે છે કે સ્મિથે કઈ પ્રકારની કલાત્મક બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને મેચમાં જીવંત રાખ્યું છે.

બ્રોડે તરખાટ મચાવ્યો: સ્ટુઅર્ટ બ્રોડે ઓસ્ટ્રેલિયન ઓપનર્સને સસ્તામાં આઉટ કરીને ઇંગ્લેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. કેમરોન બેન્ક્રોફ્ટ 8 રને તેની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ડેવિડ વોર્નર 2 રને એલબીડબ્લ્યુ થયો હતો. તે ઉપરાંત તેણે ઓસ્ટ્રેલિયાના કપ્તાન ટિમ પેન અને જેમ્સ પેટિન્સનને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. બ્રોડ સિવાય ક્રિસ વોકસે 3 વિકેટ, જયારે બેન સ્ટોક્સ અને મોઇન અલીએ 1-1 વિકેટ લીધી હતી.

સૌથી ઝડપી 24 ટેસ્ટ સદી:
66 ઇનિંગ્સ- ડોન બ્રેડમેન
118 ઇનિંગ્સ- સ્ટીવ સ્મિથ
123 ઇનિંગ્સ- વિરાટ કોહલી
125 ઇનિંગ્સ – સચિન તેંડુલકર
128 ઇનિંગ્સ- સુનિલ ગાવસ્કર

8 વિકેટ પડ્યા પછી 125થી વધુ રન કરનાર ટીમ:
190 પાકિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ઓવલ 1967 (65/8-255)
166 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ટ્રેનબ્રિજ 2013 (114/8-280)
162 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, એજબેસ્ટન 2019 (122/8-284)

ઇંગ્લેન્ડમાં એશિઝના પહેલા દિવસે સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન:
144 સ્ટીવ સ્મિથ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, એજબેસ્ટન 2019
138 જોની ટીલદેસલય વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, એજબેસ્ટન 1902
134 જો રૂટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કાર્ડિફ 2015
126 ચાર્લી બાર્નેટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ટ્રેન્ટબ્રિજ 1938
124 માર્ક ટેલર વિરુદ્ધ ઇંગ્લેન્ડ, માન્ચેસ્ટર 1993

સ્ટીવ સ્મિથ 144 (219)
આઠમી વિકેટ પડી ત્યારે 42 (110)
તે પછી 102 (109)

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી: ઓસ્ટ્રેલિયાએ એશિઝની પ્રથમ ટેસ્ટમાં એજબેસ્ટન ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. એશિઝના 137 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ઓગસ્ટ મહિનામાં સિરીઝની શરૂઆત થઇ રહી છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ 11 ગઈ કાલે જ જાહેર કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં મિચેલ સ્ટાર્કને જગ્યા નથી મળી. તેની જગ્યાએ પીટર સિડલ જેમ્સ પેટિન્સન અને પેટ કમિન્સ સાથે ફાસ્ટ બોલિંગની જવાબદારી ઉપાડશે.

ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, જેસન રોય, જો રૂટ (કેપ્ટન), જોઈ ડેનલી, જોસ બટલર, બેન સ્ટોક્સ, જોની બેરસ્ટો, મોઇન અલી, ક્રિસ વોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, કેમરોન બેન્ક્રોફ્ટ, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મેથ્યુ વેડ, ટિમ પેન(કેપ્ટન), જેમ્સ પેટિન્સન, પેટ કમિન્સ, પીટર સિડલ, નેથન લાયન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular