રાજકોટ : માર્કેટ યાર્ડમાં 125 ભારી મરચાંની આવક : 1800 થી 3500 રૂપિયા ભાવ બોલાયા.

0
0

રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચાંની આવક શરૂ થઈ ગઈ છે. આજે માર્કેટ યાર્ડમાં 125 ભારી મરચાંની આવક થઈ છે. અત્યારે ખેડૂતોને 1800થી 3500 સુધી મરચાંનો ભાવ મળી રહ્યો છે. અતિવૃષ્ટિના કારણે મરચાંનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું છે. જેથી ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને મરચાંના સારા ભાવ મળી રહ્યાં છે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

મરચાંનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી- ખેડૂત

મરચાંનું વેચાણ કરવા આવેલા એક ખેડૂતે જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક શરૂ થઈ ગઈ છે. આજે 100 થી 125 ભારી મરચાંની આવક થઈ હતી. જેના ભાવ 1800થી લઈને 3500 સુધી જોવા મળ્યા હતા. આ વર્ષે અતિવૃષ્ટીના કારણે મરચાંનો પાક નિષ્ફળ ગયો હતો. પરંતુ મરચાંનો ભાવ આ વર્ષે સારો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મરચાં રાખવા માટે યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ- ખેડૂતો

રાજકોટ માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબ મરચાંની આવક શરૂ થઈ ગઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે મરચાંની આવક ઓછી જોવા મળી રહી છે. અતિવૃષ્ટિના કારણે આ વર્ષે ખેડૂતો ખુબજ હેરાન થયા છે. જેથી મરચાંની આવક ઓછી થઈ છે. ત્યારે ખેડૂતોને અત્યારે મરચાંના સારા ભાવ મળી રહ્યાં છે. ખેડૂતોને અત્યારે 3500 સુધીના ભાવ મળી રહ્યાં છે. અતિવૃષ્ટિના કારણે ઉત્પાદન ઓછું છે. પણ ખેડૂતોને ભાવ સારો મળી રહી છે. ખેડૂતોની માંગ છે કે મરચાં રાખવા માટે યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here