દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : DGP

0
16

રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અને દિલ્હી મરકઝમાં ગયેલા લોકોને શોધવા અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા છે, જેમાંથી 12 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ અને પ્રશાસન બને એટલા પગલાં લઈ રહ્યાં છે.  રાજ્યમાં સ્થાનિક સંક્રમણ વધી રહ્યું છે. ચાર મહાનગરપાલિકામાં વધુ કડકાઈથી કામ કરવા માટે પોલીસને સૂચના આપી છે. ખાનગી વાહનો જપ્ત કરી લેવામાં આવશે અને ટૂ વ્હીલર પર શક્ય હોય તો એક જ વ્યક્તિ નીકળે. ગામડામાં પણ લોકો લોકડાઉનનું પાલન કરે તે જરૂરી છે. સોસાયટીમાં પણ લોકો એકઠા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનના આધારે 4385ની ધરપકડ કરવામાં આવી છે. તબીબો, નર્સ અને ક્વોરન્ટીનમાંથી આવેલા લોકોને હરેના કરશો નહીં.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈના સાધનો ગુજરાતમાં જ બની રહ્યાં છે. રાજકોટની કંપનીએ વેન્ટિલેટર બનાવ્યું છે અને તેનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. ગુજરાતની બે કંપનીઓએ પીપી કીટનું ઉત્પાદન કરી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને કાર્યરત કરાઈ છે. બાકીના 29 જિલ્લામાં 100 બેડની કોવિડ હોસ્પિટલ ચારથી પાચ દિવસમાં તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના છ વિસ્તારો જેમાં બાપુનગરનો એક, દરિયાપુર એક, શાહઆલમ અને દાણીલીમડામાં એક અને શાહપુરમાં બે એરિયા ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરામાં નાગરાડા અને સૈયદપુરા, સુરતમાં સચિન અને ભાવનગરના એક વિસ્તારમાં આ જ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કેસમાં વધારો થઇ રહ્યો છેઃ જયંતિ રવિ

કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં 

રાજ્યના કુલ 144 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં 64 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 17 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ, ભાવનગરમાં 13 પોઝિટિવ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ અને 2ના મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, કચ્છમાં 2 પોઝિટિવ, મહેસાણામાં 2 પોઝિટિવ, પાટણમાં 2 પોઝિટિવ,  પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત અપડેટ
અમદાવાદમાં 25 ડ્રોનનો ઉપયોગ, 25 ડ્રોન દ્વારા 16 ગુનામાં 61 લોકોની ધરપકડઃ  અમદાવાદ પોલીસ કમિશનર
કુલ 1282 ગુના નોંધાયા જેમાં 3,907 લોકોની ધરપકડ કરાઈઃ અમદાવાદ પોલીસ કમિશનર
હિન્દુ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વોટ્સએપ પર મેસેજ કરનાર શખ્સની ગાંધીનગર  પોલીસે અટકાયત કરી
અમદાવાદમાં જે વિસ્તારોમાં લોકડાઉનનું ચુસ્ત પાલન થઇ રહ્યું છે ત્યાં છેલ્લા 10 દિવસમાં પોઝિટિવ કેસ નહિવત છે
અમદાવાદ એરપોર્ટ પર 6 માર્ચથી વિદેશથી આવેલા તમામ 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ

કોરોના અંગે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા પાદરાના સેજાકૂવાની શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પાસે 144નો ભંગ, લોકડાઉન વચ્ચે મહિલાઓનું ટોળું પહોંચ્યુ
રાજકોટમાં વધુ 10 શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ લેબમાં મોકલાયા, 10માં ત્રણ બાળકોનો પણ સમાવેશ
 સ્થાનિકને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદના દાણીલીમડા વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયો
રાજકોટ પોલીસે ડ્રોનમાં સ્પીકર લગાવી લોકોને સંદેશો આપવા નવતર પ્રયોગ કર્યો

ગુજરાતમાં કુલ 144 પોઝિટિવ કેસ, 12ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 64 05 06
સુરત 17 02 05
ગાંધીનગર 13 00 02
ભાવનગર 13 02 00
વડોદરા 12 02 05
રાજકોટ 10 00 03
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
પાટણ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
કુલ આંકડો 144 12 21

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here