મહેસાણા : લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ સાથે 127 માજી સૈનિકો જોડાયા

0
0

મહેસાણા. વિશ્વ આખુ કોરોનાની મહામારીથી પીડાઇ રહ્યું છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે લોક-ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં 127 નિવૃત્ત સૈનિકો કોરોનાના પગલે લોક-ડાઉનમાં પોલીસની મદદ કરી કોરોનાની જંગમાં પોતાની સેવા આપી રહ્યા છે. દેશ સેવા જ જેનો જીવન મંત્ર બની ગયો છે તેવા આ જવાનો નિવૃતિના સમયગાળામાં દેશ પર આવેલી આફતના સમયમાં લોક-ડાઉન દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનવા અને પોતાની ફરજ અદા કરવા તત્પર બન્યા છે.

નિવૃત્ત સૈનિકો કોરોના યોદ્ધા બની રાષ્ટ્ર સેવામાં જોડાયા

મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેનભાઇ લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લા સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં નિવૃત જવાનો સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને લોકોને લોક-ડાઉનનો અમલ કરવા સમજાવી રહ્યા છે. મહેસાણામાં 68, બનાસકાંઠામાં 45 અને પાટણમાં 14 મળી જિલ્લામાં 127 નિવૃત સૈનિકો કોરાના યોધ્ધા બની રાષ્ટ્રસેવામાં જોડાયા હતા.

જ્યારે જરૂર પડે ત્યારે અમે દેશ સેવા માટે તૈયાર

નિવૃત સૈનિક દેવેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે જ્યારે દેશને જરૂર પડે અમે દેશ સેવા માટે તૈયાર છીએ. ભારત દેશની સેવા એજ અમારો જીવનમંત્ર છે. દેશ સેવામાં નિવૃતિ હોય જ નહી. દેશની હાકલ થાય એટલે સૈનિક ફરજ પર હાજર થઈ જાય એ સૈનિકનો સ્વભાવ છે. આ જ્યારે પોલીસ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે અમે પણ અમારી સ્વૈચ્છિક ફરજ સમજી રાષ્ટ્ર સેવા કરીએ છીએ.

મહેસાણા જિલ્લામાં લોકડાઉનની સખત અમલવારી

કોવિડ વાઈરસ સંક્રમણને પગલે આપેલા લોકડાઉનનું સંપુર્ણ પાલન થાય તે માટે જિલ્લા પોલીસ કટિબધ્ધ બની હતી. મહેસાણા જિલ્લા પોલીસ લોકડાઉનની સખત અમલવારી કરાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ  છે. જિલ્લામાં લોકડાઉન દરમિયાન તકનીકી પ્રધ્ધતિ અને સતત પેટ્રોલીંગ,પોલીસ બંદોબસ્ત કરીને 17 હજારથી વધુ કેસો સાથે જિલ્લો અગ્રેસર રહ્યો છે. વધુમાં જિલ્લામાં કોઇપણ પ્રકારના વ્યક્તિ ઘર્ષણ સિવાય જિલ્લાના ચાર હજારથી વધુ પોલીસ કર્મયોગીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના માર્ગદર્શનથી ફરજ બજાવી છે ત્યારે આ રાષ્ટ્રની સેવામાં મહેસાણામાં 68 માજી સૈનિકો પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here