Wednesday, December 8, 2021
Home12GB RAMની સાથે Vivoનો સ્માર્ટફોન લોન્ચ, મેગ્નેટિક ચાર્જર અને ફૂલ સ્ક્રીન ફિંગરપ્રિન્ટ...
Array

12GB RAMની સાથે Vivoનો સ્માર્ટફોન લોન્ચ, મેગ્નેટિક ચાર્જર અને ફૂલ સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર

ચીનની કંપની પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Apex 2019ની જાહેરાત કરી દીધી છે. આ ફોનની ડિઝાઇનની સાથે તેના ફિચર્સ પણ શાનદાર છે. Vivo Apex 2019ની પહેલી ઝલક ફેબ્રુઆરીમાં  મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019માં જોવા મળી શકે છે. આ એક કોન્સેપ્ટ ફોન છે, લોન્ચ સમયે તેમાં કેટલાક અન્ય ફેરફાર પણ જોવા મળી શકે છે.

Vivo Apex 2019માં 6.30 ઇંચની અમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 2340×1080 પિક્સલ છે. ફોનમાં ક્લોલકમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર  સાથે 12GB RAM રેમ આપવામાં આવી છે. તેને 256GB અને 512GB સ્ટોરેજના વેરિયન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે.

Vivo Apex 2019માં મેગ્નેટિક કનેક્ટર આપવામાં આવ્યુ છે. જેની મદદથી ફોનને ચાર્જ કરી શકાશે. ડેટા ટ્રાન્સફર માટે પણ આ કનેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. એટલુ જ નહીં આ સ્માર્ટફોનની સંપૂર્ણ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. એટલે કે સ્ક્રીન પર ગમે તે જગ્યાએ સ્કેન કરીને ફોનને અનલોક કરી શકો છો. આ માટે કંપનીએ ફોનના સાઇડમાં બટનની જગ્યા કેપેસિટિવ ટચ અને પ્રેશર સેન્સિટિવ ટેકનો યૂઝ કર્યો છે, જેના માત્ર ફોર્સ ટચ કરીને ઉપયોગ કરી શકાશે.

Vivo Apex 2019ના કેમેરા સેટઅપની વાત કરીએ તો ડ્યૂઅલ કેમરા છે જે સેન્ટરમાં છે. , ફ્રન્ટ કેમેરાની કોઈ માહિતી સામે આવી નથી. ખાસ બાબતએ છે કે ફોનમાં કોઇ પણ ચાર્જિંગ પોર્ટ, હોલ કે બટન નથી. સુપર યૂનિબોડી કર્વ ગ્લાસ ડિઝાઇનની સાથે ફોનને સિલ્વર, બ્લેક અને વ્હાઇટ કવર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવશે.

જાહેરાત કરતા સમયે Vivoના વાઇસ પ્રેસિડન્ટે કહ્યુ કે, ”સિમ્પિલિસિટી અને સારી યૂઝિબલિટીને ધ્યાનમાં રાખતા Vivo Apex 2019 ફ્યૂચર સ્માર્ટફોન ડિઝાઇન કર્યો છે. સુપર યુનિબૉડી ડિઝાઇન અને ફૂલ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી અને બીજા ફિચર્સને કારણે Vivo Apex 2019 અલગ સ્માર્ટફોન છે.” જોકે હાલમાં કંપનીએ તેની કિંમત અને ઉપલબ્ધતા અંગે નથી જણાવ્યુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments