13માં દિવસે PoKમાં ઘૂસીને ઈન્ડિયન એરફોર્સે કરી એર સ્ટ્રાઈક, જાણો ક્યારે ક્યારે શું થયું

0
20

નેશનલ ડેસ્ક: પુલવામા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ લઈ લીધો છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીમાં ઘુસીને વિસ્ફોટ કર્યા છે. પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી પીઓકેમાં 21 મિનિટ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 1,000 કિલો બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતની આ કાર્યવાહીમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા આ કાર્યવાહી મંગળવારે વહેલી સવારે 3.30 વાગે કરવામાં આવી છે.

એર સ્ટ્રાઈકમાં ક્યારે શું થયું?

  • ભારતીય એર સ્ટ્રાઈકનો દાવો પાકિસ્તાન દ્વારા જ કરવામાં આવ્યો છે.
  • પાકિસ્તાની આર્મી પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરીને ભારતીય સેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
  • તેની થોડીવાર પછી પાકિસ્તાની આર્મીના પ્રવક્તાએ ફરી એક ટ્વિટ કર્યું. તેમાં તેમણે દાવો કર્યો કે, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય એરક્રાફ્ટ દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ તુરંત જવાબ આપ્યા અને ભારતીય એરક્રાફ્ટ પરત ફરી ગયા.
  • ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 26 ફેબ્રુઆરીએ સવારે 3.30 વાગે મિરાજ-2000ના 12 પ્લેન પાકિસ્તાન સીમામાં ઘૂસ્યા અને તેમણે આતંકી કેમ્પ બરબાદ કરી દીધાં.
  • ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી 21 મિનિટ સુધી ચાલી હતી. ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદમાં 3.48થી 3.55 વાગે, ચકૌટીમાં 3.59થી 4.04 વાગ્યા સુધી અને બાલાકોટામાં 3.45થી 3.53 સુધી હુમલો કર્યો હતો.
  • પાકિસ્તાની આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ફરી ટ્વિટ કરીને ફોટા શેર કરતા લખ્યું, ભારતીય એરક્રાફ્ટે પરત ફરવાની ઉતાવળમાં અમુક ખુલ્લી જગ્યાએ બ્લાસ્ટ કરી દીધા. પાકિસ્તાનને કોઈ નુકસાન નથી થયું.
  • ભારતીય વાયુસેનાના જણાવ્યા પ્રમાણે આ એરસ્ટ્રાઈક બાલાકોટ, ચકૌટી, મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યો છે. આ હુમલામાં જૈશના અલ્ફા-3 કંટ્રોલ રૂમને તોડી પાડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here