Sunday, November 28, 2021
Home13 પોઈન્ટ રોસ્ટર: SC/ST-OBC અનામત પર ફસાઈ મોદી સરકાર, કાલે આવી શકે...
Array

13 પોઈન્ટ રોસ્ટર: SC/ST-OBC અનામત પર ફસાઈ મોદી સરકાર, કાલે આવી શકે છે અધ્યાદેશ

નવી દિલ્હી: પુલવામા હુમલા પછી પાકિસ્તાન સામે આક્રમક વલણથી સરકારને રાજકીય ફાયદો જોવા મળી રહ્યો છે પરંતુ અનામત મુદ્દાનો સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવામાં ન આવ્યો તો મોદી સરકારને ભારે નુકસાન પણ સહન કરવું પડે તેવી શક્યતા છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં એસસી, એસટી અને ઓબીસીની નારાજગી સરકારને ભારે પડી શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખાની સરકારે ચર્ચા-વિચારણાં શરૂ કરી દીધી છે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસીમાં અનામત વ્યવસ્થામાં સુધારા માટે અધ્યાદેશ લાવવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 13 પોઈન્ટ રોસ્ટરવાળા અનામતની નવી વ્યવસ્થાના વિરોધમાં આજે ઘણાં સંગઠનો દ્વારા ભારત બંધ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 6 માર્ચે બુધવારે કેબિનેટની અંતિમ બેઠક છે.  કારણ કે તે પછી લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની છે. આ પહેલાં જ વડાપ્રધાન મોદીએ આ મામલે કોઈ નિર્ણય લેવો પડશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિશે મોદી સરકાર એક અધ્યાદેશ લાવી શકે છે કે વિશ્વ વિદ્યાલયોમાં વિભાગની જગ્યાએ સંસ્થા પ્રમાણે અનામત લાગુ કરવામાં આવે. અંતિમ કેબિનેટ બેઠકમાં સરકાર ઘણાં મહત્વના નિર્ણયો લઈ શકે છે. આ બેઠકમાં જ સરકાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવા માટે 10 ટકા અનામતને લાગુ કરવા માટે રૂ. 4,000 કરોડનું વધારાનું ફંડ ફાળવી શકે છે.

હકીકતમાં અલ્હાબાદ હાઈકોર્ટે શિક્ષણ સંસ્થાઓમાં ખાલી એસસી-એસટી પોસ્ટને ભરવા માટે 13 પોઈન્ટ રોસ્ટર સાથે સંસ્થા પ્રમાણે અનામત લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે પહેલાં આરક્ષણ વિભાગ પ્રમાણે નક્કી કરવામાં આવતું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં આ પડકારને નકારી કાઢ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પ્રમાણે યુજીસીએ સર્ક્યુલર જાહેર કરીને દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિભાગની જગ્યાએ સંસ્થા પ્રમાણે આરક્ષણ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ સર્ક્યુલરથી એસસી-એસટી અને ઓબીસી વર્ગમાં ગુસ્સો વધ્યો હતો.

તેમના ગુસ્સાને ઘ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગહેલોતને આ વિશે એક બિલ તૈયાર કરવા કહ્યું અને ડિસેમ્બર સુધીમાં કેન્દ્રીય શિક્ષણ સંસ્થા સીધુ ભરતી બિલ પણ તૈયાર કરી લીધુ હતું. પરંતુ આ બિલ વિશે કદી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો જ નહીં. અનામતના મુદ્દે સવર્ણોની નારાજગીને જોતા આ વર્ષે જાન્યુઆરીમાં સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ બિલ મંજૂર કરવામાં આવ્યું છે.

દલિત અને પછાત વર્ગમાં આરક્ષણની નવી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખૂબ ગુસ્સો છે અને તેઓ સરકારના આ મામલે તાત્કાલિત એક્શન ઈચ્છે છે. તેમનું કહેવું છે કે, નવી વ્યવસ્થામાં દલિત-પછાતની ભરતીમાં 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.

કન્ફ્યૂઝ ભાજપ સંતુલન બનાવશે: બીજેપી આ મામલે ખૂબ મુંઝવણમાં છે. એક બાજુ ચૂંટણીના મહત્વના સમયમાં તેમને દલિત-પછાતોની નારાજગી દૂર કરવી છે તો બીજી બાજુ એ જોવાનું છે કે સવર્ણો પણ તે વાતથી નારાજ ન થાય. બીજેપીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે, જો દલિત અને પછાતના અનામત માટે સરકાર બિલ લઈને આવી તો સામાન્ય વર્ગના ગરીબોને તે 10 ટકા અનામત આપવામાં આવ્યું છે તેનો કોઈ ફાયદો મળશે નહીં. તેથી સરકાર આ વિશે સંતુલન બનાવવાનો પ્રયત્ન કરે તેવી સંપૂર્ણ શક્યતા છે. એટલે કે એક બાજુ દલિત-પછાતના અનામત વ્યવસ્થામાં સુધારા માટે અધ્યાદેશ લાવવામાં આવશે અને બીજી બાજુ સવર્ણોના 10 ટકા અનામતને લાગુ કરવા માટે રૂ. 4,000 કરોડની વ્યવસ્થા કરવામાં આવશે. માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણને જુલાઈ 2019ના સત્રથી લાગુ કરવામાં આવશે અને તે માટે સીટમાં અંદાજે 25 ટકાનો વધારો કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments