રાજકોટ માં 13, અમરેલીમાં 6, બોટાદમાં 3 અને જસદણમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો

0
0

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં 13 અને અમરેલી જિલ્લામાં 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે  જસદણનાં રાજા વડલા ગામમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે.  બોટાદ જિલ્લામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદના પાળીયાદ રોડ પરથી 52 વર્ષીય પુરુષ,  બસ સ્ટેન્ડ પાસે  23 વર્ષીય યુવાન અને ગઢડાના જલાલપર ગામેથી 52 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટમાં 13 કેસ પોઝિટિવ નોંધાયા

(1) તુષાર નરોતમ વાલીયા (ઉં.વ.46)
સરનામું : લક્ષ્મીવાડી – 7, રાજકોટ

(2) હંસા બિપીન વાઘેલા (ઉં.વ.50)
સરનામું : ન્યુ પરસાણાનગર, જામનગર રોડ

(3) માલતીબેન પ્રગ્નેશભાઈ વોરા (ઉં.વ.36)
સરનામું : આર્યલેન્ડ રેસીડેન્સી, જીવરાજપાર્ક, રાજકોટ

(4) મકવાણા મંજુ ધીરૂ (ઉં.વ.42)
સરનામું : ભગવતીપરા – 1, રાજકોટ

(5) મોહન લક્ષ્મણ ચુડાસમા (ઉં.વ.60)
સરનામું : કોઠારીયા મેઈન રોડ, રાજકોટ

(6) દિપક દિલીપ રીબડીયા (ઉં.વ.42)
સરનામું : નેહરુનગર, રૈયા રોડ, રાજકોટ

(7) મયુર વિલાસદાસ દેવકર (ઉં.વ.32)
સરનામું : સોની બજાર, રાજકોટ

(8) કૌશલ્યાબેન શાંતિલાલ રાઠોડ (ઉં.વ.52)
સરનામું : હુડકો, મારૂતીનગર મેઈન રોડ, રાજકોટ

(9) બચુભાઈ વાસાભાઇ કુંભારવાડિયા (ઉં.વ.75)
સરનામું : જલારામ સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ

(10) વિપ્લેશ દિનેશભાઈ ગોધાણી (ઉં.વ.52)
સરનામું : કાલાવાડ રોડ, જ્યોતિનગર, રાજકોટ

(11) અરવિંદભાઈ માવજીભાઈ સંચાણીયા (ઉં.વ.51)
સરનામું : અક્ષરનગર ૨, હિરાના બંગ્લા પાસે, રાજકોટ

(12) પતંજલીભાઈ હરીભાઈ જાજલ (ઉં.વ.35)
સરનામું : કોઠારીયા કોલોની, રાજકોટ

(13) પ્રવિણભાઈ એમ. સંચાણીયા (ઉં.વ.56)
સરનામું : રાજકમલ, 2-ગુણાતીતનગર, શેરી નં. 2, 150 ફુટ રોડ, રાજકોટ

અમરેલી જિલ્લામાં 6 કેસ પોઝિટિવ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. બગસરામાં 2, ધારી અને જાફરાબાદમાં 1-1, લાઠીના કૃષ્ણગઢ અને સાવરકુંડલાના દોલતીમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. હાલ અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 200ને પાર પહોંચી ગઈ છે.

જસદણમાં 1 કેસ પોઝિટિવ

જસદણના રાજા વડલાનાં હરગોવિંદભાઈ હરીયાણી (ઉં.વ.43)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેથી આરોગ્ય વિભાગે જરૂરી કામગીરી હાથ ધરી છે.

છેલ્લા દોઢ મહિનામાં 383 પોઝિટિવ કેસ, 13 મોત

રાજકોટ શહેરમાં માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ માસ દરમિયાન 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં 30 મે સુધીમાં 74 રિકવર થયા હતાં અને 2 મોત તેમજ 7 એક્ટિવ કેસ હતા. જ્યારે 1 જૂનથી 15 જુલાઇ એટલે કે દોઢ માસ દરમિયાન રાજકોટ શહેરમાં 383 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 13નાં મોત થયા છે, જ્યારે 230 હજુ સારવાર હઠેળ છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી

આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here