ગુજરાત માં કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા

0
13

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here