ગુજરાત માં કોરોનાના 13 કેસ નોંધાયા, 13માંથી 12 વિદેશથી આવેલા ભારતીયોઃ નીતિન પટેલ, આપણે અત્યારે ફેઝ 2 અને ત્રણની વચ્ચેઃ રૂપાણી

0
240

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં એક, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.

A total of 8 cases of Corona positive were registered in the state, Gujarat government equipped for four cities on Corona issue, Deputy Chief Minister Nitin Patel left for Vadodara.

કોરોના અપડેટ

>> સોશિયલ મીડિયામાં ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશેઃ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

>> અમદાવાદ, સુરત, રાજકોટ-વડોદરામાં કોરોના માટે આઇસોલેટ હોસ્પિટલ ઉભી કરાશેઃ CM રૂપાણી

>> મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર

>> નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા પહોંચ્યા, એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી, કલેક્ટર અને આરોગ્ય અધિકારી હાજર રહ્યાં

>> અત્યારસુધીમાં એરપોર્ટ પર સ્ક્રિનિંગ- 36617
>> છેલ્લા ત્રણ દિવસમાં હોમ કોરોન્ટાઇન- 1506

13માંથી 6 કેસ એકલા અમદાવાદમાં

રાજ્યમાં જે કોરોનાના જે 13 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી એકલા અમદાવાદમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં વધુ એક નવો કેસ બહાર આવતા શહેરમાં કુલ પોઝિટિવ કેસ ત્રણ થયા છે. સુરતમાં ત્રણ, ગાંધીનગર અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ છે. અસારવા સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગુણવંત રાઠોડે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના શંકાસ્પદ કેસોમાં કુલ 4 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. આમ SVP હોસ્પિટલના 2 અને અસારવા સિવિલના 4 કેસ મળી અમદાવાદમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથે જ કોરોના મુદ્દે ચાર શહેર માટે રાજ્ય સરકાર સજ્જ થઇ ગઇ છે. મોટા શહેરોમાં કોરોનાનો કેર વધતો અટકાવવા માટે ઉચ્ચ અધિકારી અને મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા જવા રવાના થયા છે.

રાજ્યમાં કુલ 13 પોઝિટિવ કેસ

શહેર પોઝિટિવ કેસ
અમદાવાદ 05
વડોદરા 03
સુરત 03
રાજકોટ 01
ગાંધીનગર 01
ગુજરાતના કુલ કેસ 13

 

ચારેય શહેરોમાં મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાઈ

કોરોના મામલે ચારેય શહેરો કે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે. જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં 11.30 વાગ્યે મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here