અમદાવાદ ખાતે આવેલ ટ્રાન્સસ્ટેડીયામાં ઇનડોર એસી અરેનામાં 13 દિવસીય નવરાત્રીનું આયોજન

0
0

જોમોસો ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે આવેલ ટ્રાન્સસ્ટેડીયામાં ઇનડોર એસી અરેનામાં 13 દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે.

 

જોમોસો ગ્રુપ દ્વારા આ વખતે અમદાવાદના મણિનગરમાં આવેલ ટ્રાન્સ સ્ટેડીયા, કાંકરીયા, ખાતે ‘જોમોસો નવરાત્રી ૨૦૧૯’ ગરબાનું આયોજન ૧૩ દિવસ માટે કરવામાં આવ્યું છે, આ વખતની નવરાત્રી એકા અરેના ખાતે કેટલી ખાસ થવા જઈ રહે છે તેની જાહેરાત જોમોસો ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન જોમોસો ગ્રુપના ત્રણ ડીરેક્ટર શ્રી કુણાલ જૈન, શ્રી પલાશ જૈન, શ્રી નિતિન ડાભી આ ઉપરાંત શ્રી ઋષભ જૈન મેન્ટર જોમોસો ગ્રુપ, શ્રી કોવિદ લોહની સીઓઓ એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા જેવા મહાનુભાવો આ જાહેરાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોમોસો ગ્રુપના ડિરેક્ટર કુણાલ જૈને જણાવ્યું હતું કે, આ વખતની નવરાત્રી ઇનડોર એસી અરેનામાં અહીં યોજવામાં આવશે જેથી નવરાત્રીમાં વરસાદ થાય કે વરસાદ થવાની શક્યતા હોય તો પણ અહીં આવીને ગરબા રમવાના શોખિન ખેલૈયાઓ નવરાત્રીમાં રાસ ગરબાનો ભરપૂર આનંદ માણી શકશે.

ટ્રાન્સસ્ટેડીયામાં યોજાશે નવરાત્રીની રમઝટ

કિંજલ દવે સહીત દિગ્ગજ કલાકારો લેશે ભાગ

દિગ્ગજ કલાકારો ગરબાના રેલાવશે શૂર

ઇન્ડોર એસી અરેનામાં નવરાત્રીનું આયોજન

‘જોમોસો’ ગ્રુપ દવારા કરાયું આયોજન

આ વખતની નવરાત્રી ૨૫ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં આ દિવસો દરમિયાન ૫૦,૦૦૦ નું ફૂટફોલ રહેશે, જેમાં ૧૩ દિવસ દરમિયાન જાણીતા આર્ટિસ્ટની હાજરીમાં ગરબાનો આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાશે. આ સાથે શહેરની વચ્ચેનું આ પ્રાઈમ લોકેશન હોવાથી જેથી આસાનીથી સ્થળ પર પહોંચી પણ શકાશે, ગરબા રમવાના શોખીન ગરબા પ્રેમીઓ માટે નવરાત્રીમાં વિશેષરૂપે થ્રીડી લાઈટીંગ સેટ પણ અહીં ઉભા કરવામાં આવનાર છે. ભવ્ય પરફોર્મન્સ આપનાર ગરબાના ખેલૈયાઓ માટે ભવ્ય આકર્ષક ઈનામો પણ રાખવામાં આવ્યા છે, નવરાત્રીમાં ઉચ્ચ કક્ષાના જ્યુરી દ્વારા સમગ્ર નિરીક્ષણ પણ કરાશે.

અહીં દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ લોકો ગરબા માટે આવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૫ સપ્ટેમ્બર થી ૨૮ સપ્ટેમ્બરના દરમિયાન સીએ અને સીએસ ના ગરબા રહેશે તથા આપણા સરકારી વિભાગના સભ્યો પણ આ દિવસોમાં ગરબા માણી શકે તેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે , તારીખ ૨૯ સપ્ટેમ્બરથી ૭ આૅક્ટોબર દરમિયાન જનરલ ગરબા યોજાશે.

બાઈટ : કિંજલ દવે ગાયક કલાકાર

 

જેમાં દરેક ગરબા પ્રેમીઓ ઉત્સાહ ભેર ભાગ લઇ શકશે. ખાસ કરીને આ નવરાત્રીમાં પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે પોતાના કંઠ દવારા ગરબાના સુર રેલાવશે તેમજ અન્ય પ્રખ્યાત ગાયક કલાકારો પણ ઉપસ્થિત રેહનાર છે. તો બીજી તરફ ગરબાના ખેલૈયાઓ દ્વારા પણ વિવિધ નવા ગરબાના સ્ટેપની રજુઆત સાથે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે નિત નવા ચણિયાચોળી સાથે ગરબા રમવા ખેલૈયા ગ્રુપ પણ ગરબાની તાલીમ સાથે સજ્જ બની રહ્યા છે.

બાઈટ : કુણાલ જૈન, ડિરેક્ટર-જોમોસો ગ્રુપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here