Thursday, August 5, 2021
No menu items!
Homeરાજ્યમાં 13 લાખ 66 હજાર મેટ્રીક ટન મગફળીની ખરીદી કરાશે : કૃષિમંત્રી
Array

રાજ્યમાં 13 લાખ 66 હજાર મેટ્રીક ટન મગફળીની ખરીદી કરાશે : કૃષિમંત્રી

ગુજરાત સરકાર આગામી સમયમાં નાફેડની સાથે મળીને વિવિધ જણસીની ટેકાના ભાવે ખરીદી કરશે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે મંજૂરી આપી હોવાનું કૃષિ પ્રધાને જણાવ્યુ છે. ગુજરાત સરકાર આ વર્ષે ખેડૂતો પાસેથી 13.66 લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી 1055ના ભાવે કરશે. તો 2150ના ભાવે બાજરી, 1850ના ભાવે મકાઈ, 1868ના ભાવે ડાંગર અને 7196ના ભાવે મગની ખરીદી કરશે. ગુજરાતમાં પાક ઉપ્તાદન થતા જે તે જણસના 25 ટકા લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ડાંગર, મકાઇ, બાજરી, મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, રાજ્યમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments