Thursday, August 5, 2021
No menu items!
Homeગાંધીનગર-અમદાવાદમાંથી 13 વાહન ચોરનાર ઝબ્બે.
Array

ગાંધીનગર-અમદાવાદમાંથી 13 વાહન ચોરનાર ઝબ્બે.

ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેરમાં 13 ટુ વ્હીલર વાહનો ચોરનાર રીઢો ગુનેગાર અને તે પાસેથી વાહનો લેતો ગેરેજવાળો ઝડપાઈ ગયા છે. પોલીસે ચોરીના બે વાહનો સાથે બંનેને ઝડપીને ગાંધીનગર જિલ્લા 7 વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આરોપી વાહન ચોરીને ગેરેજવાળાને 1500 થી 1700ની નજીવી કિંમતે વેચી મારતો હતો. જ્યારે ગેરેજવાળો સ્પેરપાર્ટ અલગ કરીને તેને અન્ય વાહનોના રિપેરિંગમાં ઉપયોગ કરતો હતો અને વધેલો સામાન ભંગાર તરીકે વેચી મારતો હતો.

એલસીબી-2 પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ સક્રિય હતી ત્યારે એએસઆઈ હરદેવસિંહ તથા કોન્સ્ટેબલ કેવલસિંહ તથા સુરેન્દ્રસિંહને આરોપી અંગે બાતમી મળી હતી. જેના આધારે એલસીબી-2એ લોદરા-રંગપુર ચાર રસ્તા ખાતે વોચમાં રહીને એક્ટિવા ચાલકને દબોચી લીધો હતો. એક્ટિવા પર નંબર પ્લેટ ન હતી પરંતુ રેડીયમ નંબરવાળુ સ્ટીકર લગાવીને GJ-01-EV-2845 નંબર લખ્યો હતો. કલ્પેશ અંબાલાલ પટેલ (32 વર્ષ, રહે-વસઈ, વિજાપુર, મહેસાણા)ને એક્ટિવા અંગે પૂછતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ભાંગી પડેલાં યુવકે 15 દિવસ પહેલાં ગાંધીનગર ટાટા ચોકડી સર્કલ સે-25માંથી એક્ટિવા ચોર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસથી બચાવા માટે પોતાના કૌટુંબિક ભાઈના એક્ટિવાનો નંબર ચોટાડીને ફરતો હતો. 22 સપ્ટેમ્બરે પણ તેણે વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા સર્વિસ રોડ પરથી તેણે કાળા કલરનું પ્લેઝર ચોર્યું હતું. જે લોદરા ખાતે રહેતાં કૈલાશચંદ્ર નાથુજી ખટીક (47 વર્ષ, રહે-બલરામનગર સોસા. લોદરા, માણસા)ના ઘરે હોવાનું કહ્યું હતું. જેને પોલીસે ત્યાં પહોંચીને પ્લેઝર જપ્ત કરીને કૈલાશચંદ્રને પણ દબોચી લીધો હતો. કલ્પેશ ડુપ્લીકેટ ચાવીથી વાહનો ચોરીને કૈલાશ અને તેના ભાઈ પુનમને માત્ર 1500થી 1700માં જ વેચી મારતો હતો. જે બાદ બંને ભાઈઓ ચોરીના વાહનો સસ્તાભાવે ખરીદીને તમામ સ્પેરપાર્ટ અલગ કરી ગેરેજમાં અન્ય વાહનોમાં લગાવી બાકીના સ્પેરપાર્ટ ભંગાર તરીકે વેચી મારતા હતા.

શહેરની 7 ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો

કલ્પેશે સેક્ટર-21 પોલીસની હદમાંથી 4, અડાલજની હદમાંથી 2 અને સે-7 પોલીસની હદમાંથી 1 ટુ વ્હીલર ચોર્યું છે. આ સિવાય તેણે અમદાવાદ શહેરના નરોડા કચ્છ કડવા પટેલ સનાત સમાજ ખાતેથી, ઈન્દીરાબ્રીજ પાસે ઓમદાસ હોલ ખાતેથી, નાના ચિલોડા ગામઠી રેસ્ટોરેન્ટ આગળથી, સૈજપુરબોઘા, જુહાપુરા, વસ્ત્રાપુર, ગોતાથી પણ એક્ટિવાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. જ્યારે આરોપી કૈલાશચંન્દ્ર અગાઉ પેથાપુર કોપર ચોરીના ગુનામાં પકડાયેલો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments