Friday, March 29, 2024
Homeવડોદરા જિલ્લામાં 1310 ટીમોએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો, 50 વર્ષથી...
Array

વડોદરા જિલ્લામાં 1310 ટીમોએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો, 50 વર્ષથી વધુ ઉંમરના 3.50 લાખ લોકોને આવરી લેવાશે.

- Advertisement -

કોરોનાની રસીકરણની પૂર્વ તૈયારીઓને લઈને વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. વડોદરા જિલ્લામાં 1310 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી-2021 રોજ જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે અને 50 વર્ષથી ઓછી ઉંમરના, પરંતુ, બિમાર એટલે કે કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો ડેટા બેઝ તૈયાર કરાશે અને 13 ડિસેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરીને 14 ડિસેમ્બરે ડેટા એન્ટ્રી સાથે યાદી સરકારને મોકલી દેવામાં આવશે.

વડોદરા જિલ્લામાં 1310 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે
વડોદરા જિલ્લામાં 1310 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે

10થી 13 ડિસેમ્બર સુધીમાં સર્વેની પૂર્ણ કરાશે

પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ચૂંટણી વખતે જે રીતે મતદાન મથક દીઠ ટુકડીઓ બનાવે છે, તે રીતે ટુકડીઓની રચના કરાઈ છે. આ ટુકડીઓ જે તે મતદાન મથકના વિસ્તારમાં સર્વે કરીને મતદાન મથક પ્રમાણે ડેટા બેઝ એક્સેલ શિટમાં તૈયાર કરશે. 10 થી 13 ડિસેમ્બર સુધી સર્વે પૂર્ણ કરીને 14 ડિસેમ્બરે ડેટા બેઝ તૈયાર કરીને સરકારને આપી દેવામાં આવશે. પ્રત્યેક તાલુકાના આરોગ્ય અધિકારીના માધ્યમથી તાલુકાનો ડેટા જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલવામાં આવશે. વડોદરા ખાતેના નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટીને આ તમામ કામગીરીના સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

વડોદરામાં 15માં રાઉન્ડમાં કોરોના વેક્સિન માટે સર્વે શરૂ કરાયો

વડોદરા મહાગરપાલિકાના આરોગ્ય અધિકારી દેવેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના તપાસના 15મો રાઉન્ડ શહેરમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે સાથે વેક્સિનનો સર્વે પણ શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 50 વર્ષની વધુ ઉંમરના લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાની શક્યતા સંભવત: જાન્યુઆરીથી રસીકરણ શરૂ થાય તે માટે આજથી કોરોના રસી જેને આપવાની છે તેની માહિતી એકત્ર કરવા માટેની ડોર ટુ ડોર સરવે કામગીરી શરૂ કરાઈ છે. પહેલા તબક્કામાં કોરોના ફ્રટલાઇન વર્કર, તબીબો- હેલ્થ વર્કર, પેરા મેડિકલ ઉપરાંત પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઇ કર્મીઓનો સમાવેશ થાય છે.

વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો
વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો
પાલિકાની IT ટીમ ડેટા એકત્ર કરવા એપ બનાવશે
આ તમામ ડેટા હેલ્થ ટીમો મોબાઇલમાં એકત્ર કરશે. પણ સાથે જ તેને કેન્દ્ર સરકારની લિંકમાં પણ અપલોડ કરવાના હોવાથી તેના માટે પાલિકાના આઇટી અેન્જિનિયરો વિશેષ એપ બનાવશે. આ કામગીરી આવતીકાલ ગુરુવાર સુધીમાં જ પૂરી થઇ જશે. આ મૂળે એકસેલ શીટ હશે. જે ગુગલ ફોર્મમાં પણ બનાવી શકાય તેવી હોય છે. પણ ડેટા સિક્રસીનું પણ વિશેષ ધ્યાન રાખવાનું હોવાથી તેને ડોટ નેટમાં તૈયાર કરાશે. આ ઉપરાંત ભૂલ થાય તો તેને સુધારવાની પણ સગવડ તેમાં હશે.

મોબાઇલ ફોર્મમાં હેલ્થ વર્કર કઇ માહિતી ભરશે ?

1. નામ 2. સરનામુ 3. સોસાયટીનું નામ 4. મકાન નંબર 5. વિસ્તાર 6. જિલ્લો 7. તાલુકો 8. શહેર 9. આધાર કે અન્ય ઓળખપત્રનો નંબર 10. કો મોર્બિડિટી હોય તો તેનો ઉલ્લેખ 11. જન્મ તારીખ બતાવતા ડોક્યુમેન્ટનું નામ 12. વોર્ડ નંબર વગેરે.

નોંધણી ટીમ શું કરશે? 1. 50 વર્ષથી ઉપરની વય અને 50 વર્ષથી નીચે પણ કો મોર્બિડિટી ધરાવતા લોકોના નામ નોંધશે. 2. આ તમામ લોકોના મતદાર કાર્ડ કે આધાર કાર્ડનું ફોટોઆઇડી જોવા માગશે. અને તેમાના નંબરની નોંધ કરશે. જેનો હેતુ જન્મ તારીખ અને વય જાણવાનો હશે. 3. આ ઉપરાંત કઇ કેટેગરીમાં રસી લેનાર આવશે તેના સહિતની બાકીની માહિતી સરવે માટે આવનાર વ્યક્તિ જ જાતે ભરી લેશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular