જમ્મુ-કાશ્મીર માટે 1350 કરોડનું પેકેજ, વીજળી-પાળી વેરા પર 50%નું ડિસ્કાઉન્ટ

0
0

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલે શનિવારે કહ્યું હતું કે મને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજ્યના વેપારીઓ માટે આર્થિક પેકેજની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. આ પેકેજ વેપારીઓને સુવિધા આપવા માટે અમારા દ્વારા કરવામાં આવેલા આત્મનિર્ભર ભારત અને અન્ય ઉપાયોના લાભોની વધારાનું છે.

આ ઉપરાંત ઉપરાજ્યપાલે વીજળી-પાળીના બિલ પર એક વર્ષ સુધી 50%ની છૂટ આપવાની જાહેરાત પણ કરી છે. તમામને માર્ચ 2021 સુધી સ્પેમ્પ ડ્યૂટીમાં છૂટ અપાઈ છે. પર્યટન ક્ષેત્રમાં રહેલા લોકોને નાણાકીય સહાય માટે જમ્મુ-કાશ્મીર બેન્ક દ્વારા કસ્ટમ હેલ્થ-ટૂરિઝમ યોજનાની સ્થાપના કરાશે.

ઉપરાજ્યપાલે કહ્યું કે અમે વર્તમાન નાણાકીય વર્ષમાં છ મહિના માટે વગર કોઈ શરતે લોન લેનાર વેપારી વર્ગ માટે 5 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ માટી રાહત છે અને રોજગારનું સર્જન કરવામાં મદદરૂપ થશે.

હેન્ડલૂમ્સ અને હસ્તકલા ઉદ્યોગમાં કામ કરનારને સાત ટકા સબવેન્શન(આર્થિક મદદ) આપવાની જાહેરાત કરતા ઉપરાજ્યપાલે કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત અમે આ ઉદ્યોગમાં કામ કરનાર લોકો માટે મર્યાદા એક લાખથી વધારી બે લાખ કરી દીધી છે. તેઓને પાંચ ટકા વ્યાજ સબવેન્શન પણ અપાશે. આ યોજના અંતર્ગત 950 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે અને તે છ મહિના માટે ઉપલબ્ધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here