Friday, September 13, 2024
Home13 જુલાઈનું રાશિફળ
Array

13 જુલાઈનું રાશિફળ

- Advertisement -

મેષ રાશિ –

પોઝિટિવ- નોકરિયાતવર્ગ રૂટિન કામમાં કંઈક નવું કરી શકે છે. બિઝનેસમાં નવું કરવાનું વિચારી શકો છો. તેમાં લાભ પણ થશે. નવા કામ ઉપર તમારું ધ્યાન રહેશે. તમારા મનમાં પ્લાનિંગ ચાલશે. તમે વ્યવહારું રહેશો. ચતુરાઈથી કામ કરો. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે. યાત્રાનો યોગ બની રહ્યો છે.

નેગેટિવ- બિનજરૂરી ખર્ચ થશે. તમે વિવાદમાં ફસાઈ શકો છો. સમજી-વિચારીને બોલવું. થાક લાગશે. દાંતની પરેશાની થઈ શકે છે.

ફેમિલી- તમે વધારે પડતા ભાવુક થઈ શકો છો. પાર્ટનરને સમજવાની કોશિશ કરો.

લવ- પાર્ટનરની ભાવનાને નજર અંદાજ ન કરો.

કરિયર- કાર્યક્ષેત્રમાં સહકાર મળશે. ધીરજ રાખવી. ઉતાવળમાં નિર્ણય ન લેવો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે.

શું કરવું- વરિયાળી ખાવી.
……………………

વૃષભ રાશિ –

પોઝિટિવ- આજે તમને સફળતા મળશે. જરૂરી કામ પૂરા કરવાના પ્રયત્નો કરશો. પરિવાર માટે ખરીદી કરશો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. યાત્રાથી તમારું મોટું કામ પૂરું થશે. કામનું ભારણ રહેશે.

નેગેટિવ- અમુક લોકો તમારી વાત સાથે સહમત થશે નહીં. લોકો સાથે બળજબરી ન કરવી. ખર્ચ વધી શકે છે. બીજાને તમારી વાત મનાવવામાં મુશ્કેલી આવે છે.

ફેમિલી- પરિવારમાં જૂની ચિંતા દૂર થશે.

લવ- નવા પ્રેમ સંબંધની શરૂઆત થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

કરિયર- બિઝનેસમાં જોખમ ભરેલા નિર્ણય ન લેવા. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. ઓછી મહેનતમાં સારું પરિણામ મળશે.

હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

શું કરવું – વિરુદ્ધ જેન્ડરના લોકોને લાલ કે કેસરી રૂમાલ આપવો.
…………………………..

મિથુન રાશિ –

પોઝિટિવ- આજે ધનલાભ થશે. સફળતા મળશે. આજે બનનાર ઘટના તમને મદદ કરશે. અમુક પ્રશ્નોનું તમને સમાધાન મળશે. કોઈ ખાસ વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. તમે જે વિચારી રહ્યા છો તે કરો. જૂના સંપર્કો કામ આપશે.

નેગેટિવ- બીજા માટે તમારા મનમાં ખોટી વિચારધારા બનશે. નજીકના લોકોની વાતનું ખોટું લાગી શકે છે. ઓફિસમાં વિચિત્ર સ્થિતિ બનશે. કામમાં મન લાગશે નહીં. ભાવનાઓ ઉપર કાબૂ રાખવો.

ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.

લવ- પ્રેમ સંબંધને મજબૂત બનાવવાની કોશિશ કરશો.

કરિયર- ઓફિસમાં કામ વધારે રહેશે. લોકોની મદદ મળશે. તમારે સ્વભાવને બદલવો પડશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

હેલ્થ- ઈજા થઈ શકે છે. સંભાળીને રહેવું.

શું કરવું – ભાઈ કે મિત્રની વસ્તુનો ઉપયોગ ન કરવો.
………………………

કર્ક રાશિ –

પોઝિટિવ- ખાસ કામમાં પરિવારના સભ્યની મદદ મળશે. તમને સારી તક મળશે. મધુર બોલીને તમારું કામ કરાવી શકશો. ખાસ કામમાં પહેલ તમારે કરવી પડશે. મનની વાત કહેવામાં સંકોચ ન કરો. પરીવાર સાથે સારો સમય પસાર થશે. હકારાત્મક અભિગમ રાખો.

નેગેટિવ- ભાગદોડના કારણે ગુસ્સો વધશે. જૂના વિવાદમાં ન પડવું. તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે. દુશ્મનો તમારા ઉપર હાવી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ વધશે. કામકાજમાં અવરોધ આવશે.

ફેમિલી- તમને પાર્ટનરનો સહકાર મળશે નહીં.

લવ- પાર્ટનર તમારી ભાવનાને સમજી શકશે નહીં.

કરિયર- બિઝનેસમાં વધારે મહેનત કરવી પડશે. નોકરિયાતવર્ગને ભાગદોડ રહેશે. વિદ્યાર્થીઓએ સંભાળીને રહેવું.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને ચિંતા વધશે.

શું કરવું – કોઈ મંદિરમાં પીળા કપડાંનું દાન કરવું.
……………………..

સિંહ રાશિ –

પોઝિટિવ- આજે તમારી મુશ્કેલીઓને શેર કરવા માટે કોઈ વ્યક્તિને શોધશો. આવક વધારવાના રસ્તાઓ વિશે વિચારશો. દિવસ ભાગદોડભર્યો રહેશે, પરંતુ દિવસના અંતે સારી ઘટનાઓ બનશે. દૂરના સંબંધીઓ સાથે વાત થઈ શકે છે.

નેગેટિવ- ખર્ચમાં વધારો થશે. લવ લાઈફમાં અણબનાવમાં કોઈ નિર્ણય નહીં લઈ શકો. રોજિંદા કામમાં મુશ્કેલીઓ આવશે. તમે પ્લાનિંગ કરેલા પૂરા નહીં થાય. આર્થિક તંગીના કારણે તમારો આત્મવિશ્વાસ ઘટશે. વિવાદથી બચવું. બીજા લોકોના ભરોસે રહેવું નહીં.

ફેમિલી- કોઈ વાતને લઈને પાર્ટનર સાથે તણાવ વધી શકે છે.

લવ- પાર્ટનરના લીધે ખર્ચમાં વધારો થશે.

કરિયર- કામના સ્થળે તમારા ઈચ્છા મુજબનું વાતાવરણ ન હોવાથી મૂડ ખરાબ થશે. વિદ્યાર્થીઓ માટે સમય ઠીક ઠીક રહેશે.

હેલ્થ- સ્વાસ્થ્ય સંબંધી ઉતાર-ચઢાવ આવી શકે છે.

શું કરવું- વ્યસનથી દૂર રહેવું.
……………………….

કન્યા રાશિ –

પોઝિટિવ- તમને કોઈ સારા સમાચારની રાહ હશે. આજે નોકરી અને બિઝનેસમાં નવી યોજના બની શકે છે. જેનો તમને આવનારા દિવસોમાં ફાયદો મળશે. તમારી મહત્વકાંક્ષા વધશે. કરિયરમાં તમે નવું કામ કરવાની કોશિશ કરશો. તમારી વિચારવાની ક્ષમતાથી લોકો પ્રભાવિત થશે. તમારી સલાહથી લોકોને ફાયદો થશે.

નેગેટિવ- આજે ઉતાવળ કરશો તો મુશ્કેલી સર્જાશે. ભાગદોડ પણ રહેશે. સ્પષ્ટ વાત કરવામાં તમારે સાવધાની રાખવી પડશે. તમારી વાતને રજૂ કરવામાં પણ મુશ્કેલી પડશે. તમારી યોજના પણ અધૂરી રહી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે.

ફેમિલી- પાર્ટનર તમારી ભાવનાને સમજશે.

લવ- લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહશે.

કરિયર- બિઝનેસને લઈને ચિંતા રહેશે. રોકાણ સમજી વિચારીને કરો. નોકરિયાતવર્ગે અધિકારીઓથી સાવધાન રહેવું પડશે. કોઈ કામને ટાળવું નહીં.

હેલ્થ- સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવું- લોખંડની ખરાબ વસ્તુ ઘરમાંથી કાઢી નાખવી.
……………………

તુલા રાશિ –

પોઝિટિવ- તમારે પૈસા અને પરિવારની બાબતમાં ધ્યાન આપવું જોઈએ. બિઝનેસ માટે દિવસ સારો રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. સાથે કામ કરનાર લોકો તમારી વાત સાથે સહમત થઈ જશે. દુશ્મનો ઉપર જીત મળશે. પરીવારની મદદ મળશે.

નેગેટિવ- કોઈ સાથે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. તમારે બીજાના કારણે અમુક વસ્તુનો ત્યાગ કરવો પડશે. બીજા લોકો માટે કામ પણ કરવું પડશે. અમુક વાત વણસી પણ શકે છે. મહેનત વધારે કરવી પડશે. મહેનત પ્રમાણે ફળ મળશે નહીં.

ફેમિલી- પાર્ટનરનો સહકાર મળશે.

લવ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- બિઝનેસ અને નોકરિયાતવર્ગના લોકોએ અજાણ્યા લોકો ઉપર ભરોસો કરવો નહીં. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની બીમારીમાંથી રાહત મળશે.

શું કરવું- મંદિરમાં ઘીનો દીવો કરવો.
…………………..

વૃશ્ચિક રાશિ –

પોઝિટિવ- કોઈ એવું કામ કે યોજના બની શકે છે જેનો ફાયદો તમને આવનાર દિવસોમાં મળશે. સમજી વિચારીને બોલશો તો વિવાદથી બચી જશો. જીવનસાથી કે સંબંધી માટે સમય કાઢવો પડશે.

નેગેટિ – અમુક ભૂલોના કારણે તમે પરેશાન થઈ શકો છો. કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ તમારી મુશ્કેલી વધારશે. તમારો ખર્ચ વધી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે. વાહનને સંભાળીને ચલાવવું. દિવસ પડકારજનક હશે.તણાવ રહેશે.

ફેમિલી- પાર્ટનરનો સહકાર મળશે. જૂની વાતોને ભૂલવાની કોશિશ કરો.

લવ- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.

કરિયર- બિઝનેસમાં પૈસા ઉધાર આપવા નહીં. નોકરિયાતવર્ગ અધિકારીઓથી પરેશાન થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

હેલ્થ- જૂની બીમારી પરેશાન કરી શકે છે.

શું કરવું- સાથે કામ કરનાર લોકો અને ભાઈ-બહેન ઉપર ગુસ્સો ન કરવો.
……………………..

ધન રાશિ –

પોઝિટિવ- આજે કરિયરમાં બદલાવ આવી શકે છે. જે થશે તે તમારા માટે સારું થશે. કરિયરમાં આગળ વધવાની યોજના બની શકે છે. કોઈ યોજના બનાવશો તો તેનો મોટો લાભ મળશે. બિઝનેસમાં મૂંઝવણની સ્થિતિ છે તે દૂર થશે. નવું કામ કરવાથી ફાયદો થશે.

નેગેટિવ- મહેનત વધારે કરવી પડશે. થોડીક મુશ્કેલી આવશે. ભાવનામાં આવી એવી વાત કરી શકો છો જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

ફેમિલી- તમારા રહસ્યની વાત જાહેર થઈ શકે છે.

લવ- લવ લાઈફમાં સાવધાન રહેવું.

કરિયર- સમજદારીનો લાભ તમને મળશે. બિઝનેસ માટે સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. નજીકના લોકોનો ફાયદો મળશે.

હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.

શું કરવું – લોકોને અપશબ્દો ન કહેવા અને વિવાદ ન કરવો.
…………………….

મકર રાશિ –

પોઝિટિવ- આજે ઓછું બોલવું અને વધારે સાંભળવું તમારા માટે સારું રહેશે. નજીકના લોકો સાથે સહાનુભૂતિ રાખવી. રોમાન્સમાં સમય વિતશે. મોટાભાગના કામમાં તમને સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. તમારે ધીરજ રાખવી પડશે. પૈસા અને સંપત્તી સાથે જોડાયેલી મત્વના સોદા થશે.

નેગેટિવ- મુશ્કેલીઓ આવશે. ભૂલો અંગે સફાઈ આપવી પડસે. બિઝનેસ પાર્ટનર કે જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. એક સમયે એકથી વધારે કામમાં વ્યસ્ત રહેશો. નવું કામ શરૂ કરવું નહીં. જૂનો હિસાબ ન મળવાના કારણે તમારી પરેશાની વધી શકે છે. કોઈ અટવાયેલા કામના કારણે નોકરીમાં મુશ્કેલી આવી શકે છે.

ફેમિલી- પરિવારમાં સંબંધો સારા રહેશે.

લવ- પ્રેમી સાથે સંબંધ મધુર બનાવવાની કોશિશ કરો. સફળતા મળશે.

કરિયર- બિઝનેસમાં નવી જવાબદારી મળી શકે છે. કામનું ભારણ રહેશે. અધિકારીઓની મદદ મળશે. વિદ્યાર્થીઓએ આજે વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઈજા થઈ શકે છે.

શું કરવું- બીજા લોકોને તમારી પેન કે સ્ટેશનરીનો ઉપયોગ કરવા ન દેવો.
…………………

કુંભ રાશિ –

પોઝિટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે આજે તમારે કામ વધારે કરવું પડશે. તમારા કામના વખાણ થશે. અચાનક મોટા લોકો સાથે સંપર્ક થશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. માતા-પિતાનું સુખ મળશે. કામમાં પ્રયત્નો કરવાથી સફળતા મળશે. તમારા નિર્ણયો સાચા સાબીત થશે. પાર્ટનરશિપમાં ફાયદો થશે. તમારી પ્રતિષ્ઠા વધશે. પિતા સાથે સંબંધો સુધરશે. વ્યવહારમાં બદલાવ આવી શકે છે. મિત્રોનો સહકાર મળશે.

નેગેટિવ- ઓફિસમાં કામમાં આળસ ન કરવી. પરિવારની બાબતોમાં તમે વ્યસ્ત થઈ જશો. તણાવ રહેશે. કામમાં વાર લાગશે. જેનાથી તેનો લાભ તમને મળશે નહીં.

ફેમિલી- જીવનસાથી ઉપર ધ્યાન આપવું.

લવ- પાર્ટનરની જરૂરીયાતને સમજવી. પાર્ટનરને સહયોગ કરવો.

કરિયર- કામનું ભારણ અને ભાગદોડ રહેશે. મિત્રો સાથે સમય ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવદાની રાખવી. સાંધાના દુખાવા થઈ શકે છે.

શું કરવું – શિવ મંદિરમાં સાકરનું દાન કરવું.
…………………………….

મીન રાશિ –

પોઝિટિવ- કામમાં બદલાવ થશે. નવા વિચારો ઉપર કામ થશે. નવી ઓફરને સ્વિકારવા માટે તૈયાર રહો. સારા સમાચાર તમને મળી શકે છે. પ્રેમીને મનની વાત કહેવા માટે સારો સમય છે. તમારી વાતોથી લોકોને ઈમ્પ્રેસ કરશો. તમારી બચત વધશે.

નેગેટિવ- મોંઘી વસ્તુ ખરીદવાનું તમે વિચારી શકો છો. મુશ્કેલ સવાલોના જવાબને શોધવા માટે તમે વ્યસ્ત રહેશો. કામમાં ભારે દબાણ રહેશે. સમયસર મદદ ન મળવાના કારણે તમારો મૂડ ખરાબ થશે.

ફેમિલી- પાર્ટનરનો સહકાર અને પ્રેમ મળશે.

હેલ્થ- લવ પાર્ટનર તમારી પહેલની રાહ જોશે.

કરિયર- કરિયરની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. બીજાથી પોતાની જાતને ઓછી ન સમજવી. તમને જૂની મહેનતનું ફળ મળી શકે છે.

હેલ્થ- લાંબી યાત્રા ઉપર જવાથી બચો. સ્વાસ્થ્ય બગડી શકે છે.

શું કરવું – વારંવાર થૂંકવું નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular