14 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ના કરો કામ, થશે અશુભ

0
24

હોળીના પહેલાના આઠ દિવસ હોળાષ્ટક માનવામાં આવે છે. તેની શરૂઆત હોળીના આઠ દિવસ પહેલા થાય છે આ કાળનું ખાસ મહત્વ છે અને તેમાં જ હોળીની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, હોળાષ્ટકની શરૂઆતના દિવસે શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતા. આ કાળમાં દરેક દિવસે અલગ અલગ ગ્રહ ઉગ્ર સ્વરૂપમાં હોય છે. જેના કારણે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ વર્ષે 14 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે.

હોળાષ્ટકનુ વૈજ્ઞાનિક આધાર શું છે?

– ઋતુના ફેરફારને કારણે મન અશાંત, ઉદાસ અને ચંચળ રહે છે.

– આ મનથી કરેલા કાર્યોના પરિણામ ખુશ નથી આવતા.

– આ સમયગાળા દરમિયાન મન ખુશ રહેવા તેવા કાર્યો કરવા જોઇએ.

– એટલા માટે જ હોળાષ્ટક પૂર્ણ થયા પછી હોળી-ધૂળેટીમાં રંગની રમીને આનંદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

હોળાષ્ટકનું શું કરવામાં આવે છે:

– હોળાષ્ટકના દિવસો જ સંવત અને હોળીકાની પ્રતિક લાકડી અથવા ડંડો ખોડવામાં આવે છે.

– આ સમય દરમિયાન અલગ-અલગ દિવસે અલગ-અલગ વસ્તુઓથી હોળી રમવામાં આવે છે.

– આ સમયગાળો દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે.

હોળાષ્ટકના અપવાદ (કયા શુભ કાર્યો કરી શકાય છે)

– લોકમાન્યતા અનુસાર, કેટલીક તીર્થસ્થાન જેમ કે શતરૂદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરના સ્થાન પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ પડતો નથી.

– જાબ અને ઉતર ભારત સિવાયના અન્ય જગ્યા પર હોળાષ્ટકનો પ્રભાવ માનવામાં આવતો નથી.

– જન્મ પહેલા અને મૃત્યુ પછીના કાર્યો નિશ્ચિત હોય છે. એટલા માટે આ કાર્યો કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here