Friday, March 29, 2024
Homeકોરોના અપડેટ વર્લ્ડ : 14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત, 10 હજારના...
Array

કોરોના અપડેટ વર્લ્ડ : 14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત, 10 હજારના મૃત્યુઆંકને પાર કરનાર ફ્રાન્સ વિશ્વનો ચોથો દેશ બન્યો, એક દિવસમાં 1417 લોકોના મોત

- Advertisement -
  • બે હજાર ઉપર મૃત્યુઆંકવાળા દેશની સંખ્યા 10 થઈ
  • સ્પેનમાં 1.42 લાખ પોઝિટિવ કેસ અને 14 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો
  • ઈટાલીમાં એક લાખ 35 હજાર 586 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 17127 
  • ફ્રાન્સમાં એક લાખ નવ હજાર પોઝિટિવ કેસ અને 10328 લોકોના મોત
  • અમેરિકામાં 24 કલાકમાં બે હજારના મોત, મૃત્યુઆંક 13 હજારની નજીક

ન્યૂયોર્ક : વિશ્વભરમાં કોરોનાના 14  લાખ 31 હજાર 706 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 82 હજાર 80 લોકો એ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ બે હજાર 150 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે. ન્યૂયોર્કમાં મૃત્યુદર 5489 થયો છે. અમેરિકા માં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને 12 હજાર 854 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 

જર્મનીમાં પણ એક લાખ પોઝિટિવ કેસ 

સ્પેનમાં 1.42 લાખ પોઝિટિવ કેસ અને 14 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઈટાલીમાં એક લાખ 35 હજાર 586 પોઝિટિવ કેસ અને 17127 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફ્રાન્સમાં એક લાખ નવ હજાર પોઝિટિવ કેસ અને 10328 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસ એક લાખ સાત હજાર 663 પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

WHOને ધમકી આપ્યા બાદ ટ્રમ્પ ફરી ગયા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલા જ આ મહામારીને લઈને ચેતવણી જાહેર કરવી જોઈએ. અમેરિકા આ સંસ્થાના ફંડિગને અટકાવી દેશે. WHO માત્ર ચીન કેન્દ્રિત છે. જોકે થોડીવાર પછી તેમણે કહ્યું કે હું આવું નહીં કરું. ટ્રમ્પે કહ્યું કે બ્રિટને અમારી પાસે 200 વેન્ટિલેટર્સ માંગ્યા છે. અમારી પાસે અત્યારે 8675 વેન્ટિલેટર છે અને આગામી થોડા દિવસોમાં તે 1.10 લાખ હશે. એમાથી અમુક વિદેશોમાં મોકલવામાં આવશે.

અમેરિકાના નેવી ચીફ થોમસ મોડલીએ રાજીનામુ આપી દીધુંછે.  તેમની ઉપર એવો આરોપ છે કે મહામારીનો સામનો કરી રહેલા પોતાના ક્રૂ મેમ્બરોને મદદ કરવાની અપીલ કરનાર નેવીના અધિકારીઓ ઉપર તેઓએ કાર્યવાહી કરી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ ન્યૂયોર્કના ગવર્નરે ગેવિન ક્યૂમોએ મંગળવારે કહ્યું કે સોમવારે રાજ્યમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 10 હજાર નવા કેસ નોંધાયા છે. તેઓએ કહ્યું કે ન્યૂયોર્કના લોકો ભારે દુ:ખી છે. ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, અહીં મૃત્યુદર 5489 થયો છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1.42 લાખ છે. જેમાં ન્યૂયોર્ક સિટીમાં 76 હજાર 876 કેસ નોંધાયા છે.

ટ્વિટરના સીઈઓએ 100 ડોલરનું દાન કર્યું

ટ્વિટરના સંસ્થાપક અને કાર્યકારી નિર્દેશક જેક ડોર્સીએ બુધવારે કહ્યું કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં મેં 100 કરોડ ડોલરનું દાન આપવાની જાહેરાત કરી છે.

બ્રિટનના પીએમ બોરિસ જોનસનની તબીયત સ્થિર

લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રધાનમંત્રી બોરિસ જોનસનની હાલત સ્થિર છે. તેમનું કામકાજ વિશનમંત્રી ડોમિનિક રોબ સંભાળી રહ્યા છે. બ્રિટનમાં એક દિવસમાં 786 લોકોએ જીવ ગુમાવ્યો છે.  બ્રિટનમાં પોઝિટિવ કેસ 55 હજાર 242 અને મૃત્યુઆંક 6159 થયો છે.

અપડેટ્સ

કોરોના વાઈરસના એપી સેન્ટર એવા ચીનના વુહાનમાં 76 દિવસ બાદ લોકડાઉન સંપૂર્ણ પણે હટાવાયું છે.

યુદ્ધ જહાજ ઉપર કોરોના  વાઈરસના સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગયેલા અમેરિકાના નેવી ચિફે રાજીનામું આપ્યું છે.

રશિયાએ વિશ્વભરમાં ફસાયેલા તેના નાગરિકોને પરત લાવવા માટે યોજના બનાવી છે.

ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, અહીં મૃત્યુદર 5489 થયો છે.

ચીનમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે, જેમાં 52 વ્યક્તિ બહારથી આવી છે.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ  છે તે જોઈએ : બે હજાર ઉપર મૃત્યુઆંકવાળા દેશની સંખ્યા 10 થઈ ગઈ છે.

દેશ કેસ મોત
અમેરિકા 4,00,335 12,841
સ્પેન 1,41,942 14,045
ઈટાલી 1,35,586 17,127
ફ્રાન્સ 1,09,069 10,328
જર્મની 1,07,663 2,016
ચીન 81,740 3,331
ઈરાન 62,589 3,872
બ્રિટન 55,242 6,159
તુર્કી 34,109 725
સ્વિત્ઝરલેન્ડ 22,253 821
બેલ્જિયમ 22,194 2,035
નેધરલેન્ડ 19,580 2,101
કેનેડા 17,897 381
બ્રાઝીલ 14,034 686
ઓસ્ટ્રિયા 12,639 243
પોર્ટુગલ 12,442 345
દક્ષિણ કોરિયા 10,331 192
ઈઝરાયલ 9,248 65
સ્વિડન 7,693 591
રશિયા 7,497 58
નોર્વે 6,086 89
ઓસ્ટ્રેલિયા 5,988 49
આયરલેન્ડ 5,709 210
ભારત 5,351 160
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular