Wednesday, November 30, 2022
Homeવર્લ્ડરશિયાની સ્કૂલમાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતા 14 લોકોના મોત

રશિયાની સ્કૂલમાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતા 14 લોકોના મોત

- Advertisement -

મધ્ય રશિયાના ઈઝેવસ્કની એક સ્કૂલમાં એક અજાણ્યા યુવાને તેની પાસે રહેલી ઓટોમેટિક રાઈફલથી અંધાધૂંધ ગોળીબાર કરીને 14 લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતા. મૃતકોમાં 7 બાળકો પણ સામેલ છે. ચાલુ સ્કૂલમાં યુવાન અંદર ઘસી આવ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કરીને લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતા. ગોળીબારને કારણે સ્કૂલમાં અફરાતફરી મચી હતી અને જીવ બચાવવા લોકો અને બાળકોની નાસભાગ મચી હતી. ગોળીબાર કરનાર યુવાનની ઓળખ થઈ શકી નથી પરંતુ તે જાણે ગાંડો બની હોય તેમ ફાયરિંગ કરતો રહ્યો હતો. આખરે જ્યારે ગોળીઓ ખૂટી ત્યારે તે ધીરો પડ્યો હતો અને અંતે બચેલી એક ગોળી પોતાની જાતને મારીને મરી ગયો હતો.

આ ઘટનાના ઉગ્ર પડઘાં પડ્યાં છે. ફાયરિંગને પગલે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી અને વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી અને લોકોની અવરજવર અટકાવી દેવાઈ હતી.  સ્કૂલ જ્યારે ચાલુ હતી ત્યારે એક અજાણ્યો પીળા શર્ટ અને પેન્ટ પહેરલો યુવાન અંદર ઘુસી આવ્યો હતો. તેના હાથમાં ઓટોમેટિક રાઈફલ હતી, તેણે સ્કૂલમાં અંધાધૂઘ ગોળીબાર કર્યો હતો જેમાં 7બાળકો સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગોળીબારમાં 21 લોકોના ઘાયલ થવાની પણ ખબર છે. હુમલાખોરે હુમલા બાદ જાત ગોળી મારીને આપઘાત કર્યો હતો. જોકે તેણે શા માટે હુમલો કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી. આશરે 6,30,000 લોકોનું શહેર, ઇઝહેવ્સ્ક રશિયાના ઉદમર્ટ રિપબ્લિકની પ્રાદેશિક રાજધાની છે, જે મોસ્કોથી લગભગ 1,000 કિલોમીટર (620 માઇલ) પૂર્વમાં સ્થિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular