ગાંધીનગર : દહેગામ તાલુકાના ૩ ગામમાંથી જુગાર રમતા 14 શખ્સો ઝડપાયા

0
6

દહેગામ. તાલુકાના ત્રણ ગામમાંથી પોલીસે કુલ 14 જુગારીઓ ઝડપી પાડ્યા છે. હરખજીના મુવાડાની સીમમાં બાલાપીરની દરગાહ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો. જે અંગે બાતમી મળતા હેડકોન્સ્ટેબલ ઉમેદસીંગ સહિતની ટીમે રેડ કરી હતી. જ્યાં જુગાર રમી રહેલાં દહેગામના મોહસીન કુરેશી (કસ્બામાં મસ્જિદ પાસે), ભૂપેન્દ્રસિંહ પરમાર (અમીનવાડા), સાહીલ અબ્દાલ તેમજ શકીલ અબ્દાલ (બંને રહે.ઉગમણા દરવાજા પાસે) ઝડપાયા હતા.

જેઓ પાસેથી પોલીસે 2360 રોકડ જપ્ત કરીને ગુનો નોંધ્યો હતો. જ્યારે સલકી ગામની સીમના ગૌચરમાં જુગાર રમાતો હોવાની બાતમી પીએસઆઇ વી. બી. રહેવરને મળી હતી. જેને પગલે તેમણે સ્ટાફના વિપુલકુમાર, રવિકુમાર, ભરતકુમાર સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં જુગાર રમી રહેલા રાજેશકુમાર ઝાલા (રહે.અહમદપુર), માલસિંહ ઠાકોર અને અમરતજી ઠાકોર (બંને રહે-સલકી) ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે 12,140નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

સાંપા ગામે ખેતરમાં જુગારી  7 ઝડપાયા

રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. સી. ખરાડીએ બાતમીના આધારે સ્ટાફ સાથે સાંપા ગામની સીમમાં ખેતરમાં રેડ કરી હતી. જેમાં ગોવિંદજી ઠાકોર (રામપુરા સાંપા), પ્રતિકભાઈ સાધુ (રખિયાલ બજાર), મુકેશજી ઠાકોર (રામપુરા સાંપા), હિમ્મતસિંહ ઠાકોર (દહેગામ), દક્ષેશકુમાર પટેલ (વર્ધાનામુવાડા), શૈલેષભાઇ ઠાકોર (દહેગામ) તેમજ સોમાજી ઠાકોર (દહેગામ)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે 11,090નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.