Wednesday, September 28, 2022
Homeગુજરાતબનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસના નવા 141 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસના નવા 141 કેસ નોંધાયા

- Advertisement -

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 141 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી હતી. જ્યારે 09 જેટલાં પશુઓના મોત નીપજ્યા હતા. જિલ્લામાં કુલ 964 ગામોમાં પશુઓમાંલમ્પી વાઇરસની અસર દેખાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે નવા 141 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી હતી. જ્યારે 09 પશુઓના મોત નીપજ્યા હતા. જિલ્લાના 14 તાલુકાના 964 ગામોમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું છે. અત્યાર સુધી કુલ 37 હજાર 492 પશુઓ લમ્પીની ઝપેટમાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધી કુલ 854 પશુઓના મોત નિપજ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular