Tuesday, September 21, 2021
Home142 વર્ષ અને 2351 ટેસ્ટ મેચનાં ઈતિહાસ પછી બન્યો આ ખાસ રેકોર્ડ
Array

142 વર્ષ અને 2351 ટેસ્ટ મેચનાં ઈતિહાસ પછી બન્યો આ ખાસ રેકોર્ડ

અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ દેહરાદૂનમાં હતી. અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ બંનેએ તેમની બીજી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી. આયર્લેન્ડે 172 રન બનાવ્યા.

અફઘાનિસ્તાને પ્રથમ ઇનિંગમાં 314 રન બનાવ્યાં અને 116 રનની લીડ લીધી. બીજી ઇનિંગમાં આયર્લેન્ડ 288 રન બનાવીને આઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાનને 147 રનનો લક્ષ્યાંક મળ્યો જેણે અફઘાન ટીમે 3 વિકેટ ગુમાવી અને પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી. આ મેચમાં અફઘાનિસ્તાનના રહમત અલીએ પહેલી ઇનિંગમાં 98 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં 76 રનની ભાગીદારી કરીને ટીમને જીત મળી. સ્પિનર રશીદ ખાને મેચમાં 7 વિકેટ લીધી.

આયર્લેન્ડનાં ઝડપી બોલર મુર્તાઘ આ મેચમાં બોલિંગમાં ખાસ પ્રતિભા બતાવી શક્યા નહીં પરંતુ બેટિંગમાં તેણે રેકોર્ડ બનાવ્યો હતો. મુર્તાઘે પહેલી ઇનિંગમાં 54 રન અને બીજી ઇનિંગમાં 27 રન કર્યા. 11માં ક્રમાંક પર બેટિંગ કરવા આવતા મુર્તાઘે બંને ઇનિંગમાં 25 કરતા વધુ રન નોંધાવવા માટે ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યા છે. અત્યાર સુધી ક્રિકેટના ઇતિહાસમાં આવું નથી બન્યું. કેમ કે ક્રિકેટ 1877થી રમાઈ રહી છે અને આ 2351મી ટેસ્ટ મેચ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments