વડોદરા : આજે વધુ 92 પોઝિટિવ : 88 દર્દી ડિસ્ચાર્જ : કુલ આંક 16,091 ઉપર પહોંચ્યો : 14,769 દર્દી રિકવર થયા.

0
8

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 16 હજારને પાર થઇને 16,091 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ એક મૃત્યુ થતાં મૃત્યુઆંક 215 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 88 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14,769 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1107 એક્ટિવ કેસ પૈકી 157 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 893 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4691 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,091 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2437, પશ્ચિમ ઝોનમાં 2624, ઉત્તર ઝોનમાં 3354, દક્ષિણ ઝોનમાં 2949, વડોદરા ગ્રામ્યમાં 4691 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા

શહેરઃ નિઝામપુરા, દંતેશ્વર, ગોરવા, કારેલીબાગ, છાણી, સમા, નવાપુરા, વારસીયા, બાપોદ, તાંદલજા, વડસર, કિશનવાડી, માણેજા, દિવાળીપુરા, સુભાનપુરા, નવીધરતી
ગ્રામ્યઃ પોર, વાઘોડિયા, ડભોઇ, કરજણ, સાવલી, પાદરા, શિનોર, બાજવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here