સુશાંત કેસમાં CBI તપાસનો 14મો દિવસ : રિયાના પિતાની આજે સતત ત્રીજા દિવસે પૂછપરછ થશે, EDએ રિયાના ભાઈ શોવિકને સમન્સ પાઠવ્યું, શ્રુતિ મોદીએ કહ્યું- સુશાંત ડ્રગ્સ લેતો હતો

0
5

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં હવે તપાસ આત્મહત્યાથી શરૂ થઇ હત્યા એન્ગલથી થઈને ડ્રગ્સ સુધી પહોંચી છે. આજે CBI તપાસનો 14મો દિવસ છે. આટલા દિવસ પછી પણ તપાસ એજન્સી એ નક્કી નથી કરી શકી કે આ હત્યા છે કે આત્મહત્યા.

CBI આજે ફરીવાર રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરી શકે છે. તેમની છેલ્લા બે દિવસમાં 18 કલાક પૂછપરછ થઇ. સૂત્રોના જણાવ્યા મુજબ, CBI હવે તેને ડ્રગ્સ બાબતે સવાલ જવાબ કરી રહી છે.

રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને એક ડ્રગ સપ્લાયર વચ્ચેની થયેલી વોટ્સએપ ચેટ વાઇરલ થઇ છે. આ ચેટથી ખબર પડી કે શોવિક તેના પિતા માટે ડ્રગ્સ મગાવતો હતો. આ ખુલાસા પછી આજે EDએ શોવિકને પૂછપરછ માટે 11 વાગ્યે ઓફિસ બોલાવ્યો છે.

બુધવારે આ કેસમાં શું-શું થયું?
રિયાના પિતાની બુધવારે અંદાજે દસ કલાક પૂછપરછ થઇ. તે સવારે સાડા દસ વાગ્યે DRDO ગેસ્ટ હાઉસ પહોંચ્યા અને રાત્રે અંદાજે સાડા આઠ વાગ્યે ત્યાંથી નીકળ્યા. અધિકારીના જણાવ્યા અનુસાર, સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, તેના કુક નીરજ સિંહ, હાઉસ સ્ટાફ કેશવ અને મેનેજર શ્રુતિ મોદીની પણ 8-9 કલાક પૂછપરછ થઇ. રિયા, તેના ભાઈ અને માતાને બુધવારે બોલાવવામાં આવ્યા ન હતા.

શ્રુતિ મોદીએ કહ્યું, ડ્રગ્સ સુશાંતની લાઇફનો હિસ્સો બની ગયા હતા
સુશાંતની મેનેજર રહેલી શ્રુતિ મોદીએ ખુલાસો કર્યો કે ડ્રગ્સ સુશાંતની લાઈફનો હિસ્સો બની ગયા હતા. તેને CBIને જણાવ્યું કે સુશાંત સાથે કામ કરવાને કારણે તે ત્યાં બીજા (રિયા અને શોવિક)ની ઈચ્છાને કારણે એક્ટરના ઘરે થનારી પાર્ટીમાં સામેલ થતી હતી. તેણે ક્યારેય ડ્રગ્સ નથી લીધા. અગાઉ શ્રુતિના વકીલ અશોક સારઓગીએ ખુલાસો કર્યો હતો કે સુશાંતના ઘરે થનારી ડ્રગ્સ પાર્ટીમાં તેની બહેનો પણ સામેલ થતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here