Tuesday, December 7, 2021
Home15 જુલાઈ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રહેશે બંધ, ઉડ્ડયન મંત્રાલયે કરી જાહેરાત
Array

15 જુલાઈ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રહેશે બંધ, ઉડ્ડયન મંત્રાલયે કરી જાહેરાત

આપણી આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા શરૂ કરવી એ વાત પર નિર્ભર કરશે કે અન્ય દેશો પોતાને ત્યાં આંતરરાષ્ટ્રીય વિમાનોને આવવાની મંજૂરી આપે છે કે નહીં – હરદીપ સિંહ પુરી

  • આપણી આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા શરૂ કરવી એ વાત પર નિર્ભર કરશે કે અન્ય દેશો પોતાને ત્યાં આંતરરાષ્ટ્રીય વિમાનોને આવવાની મંજૂરી આપે છે કે નહીં – હરદીપ સિંહ પુરી

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Civil Aviation Ministry)ગુરુવારે કહ્યું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન 15 જુલાઈ સુધી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યું છે.

માર્ચના અંતિમ સપ્તાહથી જ બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ છે. જોકે ઘરેલું ઉડાનનું પરિચાલન 25 મે થી કેટલીક શરતો સાથે શરૂ કરવામાં આવ્યું છે.

ગત સપ્તાહે સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri)કહ્યું હતું કે ભારત જુલાઈ મહિનામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરુ કરવા કોઈ નિર્ણય કરશે, તે સમયે પરિસ્થિતિઓને જોતા તેના પર નિર્ણય કરવામાં આવશે.

હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે એક વખત ઘરેલું ફ્લાઇટ્સ ઓપરેશન 50થી 55 ટકા સુધી પહોંચી જાય તો અમે આંતરરાષ્ટ્રીય ઉડાન પર વિચાર કરીશું. બોર્ડર અને એન્ટ્રી પ્રતિબંધ, ક્વૉરન્ટાઇની શરતો વગરે કેટલાક ફેક્ટર્સ છે, જેને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઈને નિર્ણય કરવામાં આવશે. અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ, યૂએઈ, સિંગાપુર પર એન્ટ્રીને લઈને શરતો છે. આ દેશ ફક્ત પોતાના નાગરિકોને જ આવવા દે છે.

આપણી આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા શરૂ કરવી એ વાત પર નિર્ભર કરશે કે અન્ય દેશો પોતાને ત્યાં આંતરરાષ્ટ્રીય વિમાનોને આવવાની મંજૂરી આપે છે કે નહીં. આંતરરાષ્ટ્રીય વિમાનોને શરુ કરવા માટે બંને પક્ષોએ તૈયાર થવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments