15 દિવસમાં 3 હુમલા : આતંકવાદીઓ નહીં બેસી રહે ચૂપચાપ, ભારતને છે આ ડર

0
38

પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પો પર ભારતીય એરફોર્સે હુમલો કર્યો હતો. જેને પગલે અનેક આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે, જોકે આ અહેવાલોની ખાતરી સરકાર કે એરફોર્સે નથી કરી. આ સ્થિતિ વચ્ચે હવે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પણ ભારતમાં કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. જૈશ કોઇ મોટો હુમલો કરવામાં સફળ ન રહે તે હેતુથી દેશમાં સુરક્ષા પણ જારી રાખવામાં આવી છે.

છેલ્લા ૧૫ દિવસમાં અન્ય ત્રણ આતંકી હુમલા થયા

ખાસ કરીને સૈન્યની ત્રણેય પાંખ એરફોર્સ, નેવી અને આર્મીને સજ્જ કરી લેવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદ એક બાદ એક હુમલા માટે જાણીતુ આતંકી સંગઠન છે. પુલવામા હુમલો થયો તે બાદ પણ તેણે કાશ્મીરમાં અન્ય નાના મોટા આતંકી હુમલા જારી રાખ્યા છે. છેલ્લા ૧૫ દિવસમાં અન્ય ત્રણ આતંકી હુમલા થયા છે. ૨૦૦૧માં ઓક્ટોબર માસમાં જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો હતો, જેના બે મહિના બાદ ડિસેમ્બરમાં જ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. અને બન્ને હુમલામાં એક સરખી જ પદ્ધતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુલવામા હુમલો એક આત્મઘાતી વિસ્ફોટ હતો.

પુલવામાની જેમ જ આ બીજો હુમલો પણ આત્મઘાતી હોઇ શકે છે

જેને પગલે આતંકીઓ હજુ પણ આવો કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાના પણ અહેવાલો છે. પુલવામાની જેમ જ આ બીજો હુમલો પણ આત્મઘાતી હોઇ શકે છે.  આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોદમ્મદ કુરેશીએ સ્વીકાર કર્યો હતો કે પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં જ છે. જેને પગલે હવે પાકિસ્તાનના શાંતિના દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન આતંકીઓને શરણ આપી રહ્યું છે જ્યારે બીજી તરફ ભારતીય સૈન્ય પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે માટે પાકિસ્તાને ૨૪ એરક્રાફ્ટ, જેએફ-૧૭, એફ-૧૬ વિમાનોએ રાવલપીંડીના ચકલાલમાંથી ઉડાન ભરી હતી. જોકે આ વિમાન પૈકી એફ-૧૬ને ભારતીય એરફોર્સે તોડી પાડયું હતું. ભારતની સફળ એરસ્ટ્રાઇક અને પાક.ની સરહદે નિષ્ફળતા બાદ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી સંગઠનો ભારત પર હુમલા માટે સક્રીય થઇ ગયા છે.

કેમ્પો પર જ એરસ્ટ્રાઇક થઇ હોવાની આતંકીઓની ઓડિયોક્લિપ વાઇરલ 

એક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયો ક્લીપ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકી દ્વારા જારી કરવામાં આવી છે. આતંકીઓની વાતચીતનો આ ઓડિયો છે જેમાં તેઓ સ્વીકારી રહ્યા છે કે ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકી કેમ્પો પર હુમલા થયા છે. આ ઓડિયો ક્લિપ ત્યારે સામે આવી છે જ્યારે પાકિસ્તાની સરકાર દાવા કરી રહી છે કે અમારા જંગલોમાં વૃક્ષો પર ભારતીય સૈન્યએ હવાઇ હુમલા કર્યા છે જેને પગલે અનેક વૃક્ષો નાશ પામ્યા છે. જોકે કોઇ જોનહાની નથી થઇ. જ્યારે બીજી તરફ વાઇરલ ઓડિયોક્લીપ જૈશની હોવાના દાવા થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here