Tuesday, January 18, 2022
Home15 લાખની દલાલી મુદ્દે જમીન દલાલની હત્યા
Array

15 લાખની દલાલી મુદ્દે જમીન દલાલની હત્યા

વાલીયા: સુરતના વરાછા રોડ પર રહેતાં કનુભાઇ જેરામભાઇ રાદડીયા(50)ડાયમંડ શરણ ટ્રેડિંગની સાથે જમીન દલાલીનો વ્યવસાય કરતાં હતાં. તેમને જમીનના વેચાણની દલાલી પેટે વાલીયાની સીલુડી ચોકડી વિસ્તારમાં રહેતાં અને કેમિકલ ચોરીના ગુનામાં સંડોવાયેલાં ઉપીન ડોડીયા પાસેથી 15 લાખ રૂપિયા લેવાના નીકળતાં હતાં. જેના કારણે ઉપિન ડોડિયાએ તેના સાગરિતો સાથે મળી કનુભાઈને બળજબરીથી ઝેરી દવા પીવડાવી અને માથામાં લોખંડનો દસ્તો મારી કરપીણ હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. હાલ તો પોલીસે કેમિકલ ચોર ઉપીન દોડીયા તથા તેના સાગરિતો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular