15 હજાર લિટર દૂધ ચોર્યું, વેચીને મળેલી રકમનો ભાગ પડવા ભેગા થયા ને પકાડાયા

0
31

બારડોલી: ધુલીયા ચોકડી પાસેથી ગત આઠમીએ વહેલી સવારે એક દૂધ ભરેલ ટેન્કરને અટકાવી ચાલક અને એના સાથીદારનું અપહરણ કરી ટેન્કરને કામરેજ ગામ પાસે લઇ જઈ ટેન્કર માંથી 15,000 લીટર દૂધ અન્ય ટેન્કરમાં ભરીને લૂંટ કરી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ અંગે પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે ઊંડાણથી તપાસ કરી મૂળ પંજાબના અને હાલમાં વરેલી ખાતે રહેતા ત્રણ આરોપીઓની અને ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય ટેન્કરમાં ભરી મદદગારી કરનાર બે ઈસમો તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર મળી કૂલ છ આરોપીઓની ધરપકડ કરી દૂધ વેચાણ થકી મેળવેલ રકમ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 4,81,500 નો મુદામાલ કબ્જે લીધો હતો. આરોપીઓએ દૂધના ટેન્કર માંથી દૂધ લૂંટવાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કાબુલી લીધું હતું. પોલીસે તેમની પાસેથી દૂધ વેચાણ થકી ઉપજેલા રોકડા 40,000 અને વાહનો મળી કુલ 4,81,500નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે.

સુમુલના ટેન્કર ને અટકાવી એમાંથી દૂધ કાઢી લીધા બાદ આરોપીઓ દ્વારા અન્ય ટેન્કરમાં દૂધ ભરવામાં આવ્યું હતું. આ દૂધ આરોપીઓ દ્વારા અમદાવાદના આશોકભાઈ મારફત વાત કરી બાદમાં વડોદરાના વિમલભાઈને વેચાણ કરી દીધું હતું. દૂધ વેચાણ માંથી ઉપજેલા નાણાની વહેંચણી કરવા આરોપીઓ એકત્રિત થયા હતા અને પોલીસે દબોચી લીધા હતા.

આ બનાવમાં ઝડપાયેલ આરોપી જીતેન્દ્રસિંગ જાટ આ અગાઉ સુમુલ ડેરીના ટેન્કર પર ચાલકનું કામ કરી ચુક્યો છે. તે અગાઉ પણ ટેન્કરમાંથી દૂધ કાઢી વહેંચી નાખવાની ટેવ વાળો હતો. ડેરીના ટેન્કર નીકળવાના સમય અને રોકવાના સમય બાબતે જાણકાર હોય તેણે આ ગુનામાં ભાગ ભજવ્યો હતો. અન્ય આરોપી એવો અશોક મેર અને રાણાભાઇ મેર પણ દૂધના ટેન્કરમાંથી ચાલક સાથે મળી ચોરીછૂપીથી દૂધ કાઢી લેવાની પ્રવૃત્તિમાં આ પહેલા પણ સંડોવાયેલા હતા. આ આરોપીઓ આર્થિક સંકડામણ ભોગવતા હોવાના કારણે દૂધની લૂંટ કરવાના પ્લાન બનાવ્યો હતો.

પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરી છે જયારે એક ને વોન્ટેડ જાહેર કર્યો છે. બારડોલી ખાતે થી ટેન્કરમાં બેસી જઈ લૂંટ કરનારામાં જીતેન્દ્રસીંગ ઉર્ફે વિકી અમરિકસિંઘ જાટ,સુરેન્દ્રપાલ સીંગ જ્ઞાનસિંગ,મનપ્રિત સીંગ ઉર્ફે મની સુખવિન્દરસીંગ જાટ હાલ રહેવાસી તમામ વરેલી પટેલ નગરની પોલીસે ધરપકડ કરી હતી. સાથોસાથ ટેન્કર માંથી દૂધ કાઢી અન્ય ટેન્કરમાં ખાલવવાની કામગીરી કરનાર એવા રાણા માયાભાઇ મેર રહે. ખોલવાડ અને અશોક ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ મેર ને એક સગીર વયના કિશોરની પણ ધરપકડ કરવામાં આવી હતી.એ સાથે લવપ્રીતસીંગને વોન્ટેડ જાહેર કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here