વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : 15/09/2020 વાયદા બજારનો ડેઇલી રિપોર્ટ

0
5

સોનાના વાયદાના ભાવમાં રૂ.368 અને ચાંદીમાં રૂ.1,037ની વૃદ્ધિ

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 14 સપ્ટેમ્બરને સોમવારે વિવિધ વાયદાઓમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1943 ડોલર બોલાતું હતું. હવે સ્થાનિક બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજરમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.52,800 તથા 99.90ના રૂ.53,000 બોલાયા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે આ સામે વાયદા બજારની વાત કરીએ તો… વાયદા બજાર એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.51,599ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.51,847 અને નીચામાં રૂ.51,334 બોલાઈ અંતે રૂ.368 વધી રૂ.51,687ના સ્તરે બંધ થયો હતો.

સોનાના વિવિધ વાયદાઓમાં કુલ 48,308 સોદાઓમાં રૂ.7,682.24 કરોડનાં 14,884 કિલો સોનાના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 19,669 કિલોના સ્તરે રહ્યો હતો.

વાયદા બજારનો ડેઇલી રિપોર્ટ

હવે ચાંદીની વાત કરીએ તો વિશ્વબજારમાં ચાંદી 1 ઔંશદીઠ 26.85 ડોલર બોલાતી હતી, જ્યારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજરમાં ચાંદી કિલોદીઠ.રૂ. 64,500 બોલાઈ રહી હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજાર એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.68,485 ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.69,200 અને નીચામાં રૂ.67,906ના સ્તરને સ્પર્શી, રૂ.1,037 વધી રૂ.68,965ના સ્તરે બંધ થયો હતો.
ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,83,908 સોદાઓમાં કુલ રૂ.7,134.86 કરોડનાં 1,040.670 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 581.656 ટનના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુનો ઈન્ડેક્સ એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો 16,110 ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં 16,262 અને નીચામાં 16,069ના મથાળે અથડાઈ, 193 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 142 પોઈન્ટ વધી 16,205ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં 2,137 સોદાઓમાં કુલ રૂ.212.49 કરોડનાં 2,630 લોટ્સનાં કામકાજ થયાં હતાં, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 278 લોટ્સના સ્તરે રહ્યો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો, ન્યૂયોર્ક ક્રૂડ તેલ ઘટીને બેરલદીઠ 37.25 ડોલર, જ્યારે બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ 39.75 ડોલર બોલાઈ રહ્યું હતું. આ સામે સ્થાનિકમાં વાયદા બજાર એમસીએક્સ પર ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.2,769ના ભાવે ખૂલી, અંતે રૂ.5 સુધરી રૂ.2,748ના ભાવ થયા હતા.

કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.1,035.50 ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.1043 અને નીચામાં રૂ.1,030.50 સુધી જઈ, અંતે રૂ.8.50 સુધરી રૂ.1,042.50ના સ્તરે બંધ થયો હતો. કપાસના વાયદામાં 340 ટન અને કોટનમાં 7,750 ગાંસડીના વેપાર થયા હતા.