Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : 20 સેકન્ડમાં 19 લાખની લૂંટ : 6 કલાકમાં 2 ને...
Array

સુરત : 20 સેકન્ડમાં 19 લાખની લૂંટ : 6 કલાકમાં 2 ને ઝડપી પાડ્યા : 15.20 લાખ રૂપિયા કબ્જે કરાયા.

લૂંટ કરવા માટે આરોપીઓએ આ બાઈકનો ઉપયોગ કર્યો હતો.
લૂંટ કરવા માટે આરોપીઓએ આ બાઈકનો ઉપયોગ કર્યો હતો.
રામપુરાના ભરચક વિસ્તારમાં ગત રોજ સાંજે ભવાનીવડ સ્થિત આંગડીયા પેઢીમાં પૈસા ભરવા જઇ રહેલા ઓઇલ કંપનીના કર્મચારીઓને ચપ્પુ મારી રૂ.19 લાખની દિલધડક લૂંટ ચલાવી લૂંટારો બાઇક પર નાસી ગયાનો બનાવ બન્યો હતો. 20 સેકન્ડમાં થયેલી લૂંટની ઘટનામાં પોલીસે આરોપીઓને 6 કલાકમાં જ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને 15.20 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

 

ઘટના શું હતી?

રામપુરા રાજાવાડીમાં રહેતા અસલમ સુપ્રિમ ઓઈલની કંપનીના નામે ઓઇલનો વેપાર કરે છે. તેમને ત્યાં હમીદ અને અમીન નોકરી કરે છે. શનિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં કંપનીના કર્મચારી હમીદ અને અમીન બાઈક ઉપર 19 લાખ રૂપિયાનું રોકડા મહિધરપુરા ભવાનીવડ વિસ્તારમાં આવેલી એક આંગડીયા પેઢીમાં પૈસા ભરવા માટે નીકળ્યા હતા. આ બંને જણા બાઇક પર સવાર થઇને દુકાનથી બે કિલોમીટર દુર રામપુરા પોલીસ લાઇન પાસેથી પસાર થતા હતા. બાઇક પર એક લૂંટારૂ આવ્યો હતો અને બાઇક ચાલક હમીદને પગના ભાગે ચપ્પુ મારતા બંને જણા નીચે પટકાયા હતા. જ્યારે પાછળ બેસેલા અમીન બેગ લઇને ભાગવાની કોશિષ કરતા લૂંટારૂએ તેને ચપ્પુ બતાવી રૂ.19 લાખ ભરેલી બેગની લૂંટ ચલાવી નાસી ગયા હતા. પોલીસે તોફિક અને ગફારશા ઉર્ફે ગુડ્ડુભૈયા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી રોકડા 15.20 લાખ કબ્જે કરાયા.
આરોપીઓ પાસેથી રોકડા 15.20 લાખ કબ્જે કરાયા.

લોકો જોતા રહ્યા અને મદદ કોઇએ ન કરી

સીસીટીવીના વીડિયો પ્રમાણે સાંજે 5.33 કલાકે આરોપીઓએ હમીદની બાઇકને ટક્કર મારી હતી. ત્યાર પછી હમીદને ચાકુ મારી દેતા તે પડી ગયો હતો. પાછળ બેસેલો અમીન ઉતરીને દૂર ભાગ્યો. આરોપીઓએ તેની પાસેથી બેગ છિનવી લીધી અને પોતાની બાઇક પર બેસીને ભાગી છૂટ્યા હતા.

પોલાસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાખ્યો.
પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાખ્યો.

પહેલા કામ કરતા કર્મચારીએ જ ટીપ્સ આપી હતી

અસલમભાઈની સુપ્રિમ ઓઈલની કંપનીમાં ગફારશા પહેલા કામ કરતો હતો. જેથી તેને કંપનીના રૂપિયા કયા આંગડિયા અને કેવી રીતે પહોંચાડવામાં આવે છે. જેથી ગફારે તેના મિત્ર તોફિક સાથે મળી પ્લાન બનાવ્યો હતો અને ગત રોજ અંજામ આપ્યો હતો. જોકે, બંને ઝડપાઈ ગયા છે. જ્યારે બંને આરોપીઓ પાસેથી મીડિયાના કાર્ડ પણ મળી આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments