રાજકોટ : 15નાં મોત, જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 9700ને પાર, શહેરમાં 994 સારવાર હેઠળ

0
0

રાજકોટમાં કોરોનાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9700ને પાર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 6619 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં હાલ 994 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

એક જ દિવસમાં 3 ઓટોપ્સી, કુલ 9

રાજકોટમાં રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના મૃતકોની ઓટોપ્સી શરૂ થઈ છે. જો કે આ માટે પરિવારજનોની મંજૂરી આવશ્યક છે અને હવે લોકો આગળ આવી રહ્યા છે. શનિવારે મોડી રાત્રે એક પરિવાર તૈયાર થયા બાદ 3.30 કલાકે ઓટોપ્સી શરૂ કરાઈ હતી ત્યાં વધુ એક પરિવાર તૈયાર થતા બીજી શરૂ કરી હતી જે સવારે 9 વાગ્યા સુધી ચાલી હતી અને ફરી એક પરિવાર આગળ આવતા પ્રથમ વખત 24 જ કલાકમાં 3 ઓટોપ્સી થઈ છે. આ સાથે રાજકોટમાં કુલ 9 ઓટોપ્સી થઈ છે અને 20 થશે ત્યારબાદ પૃથક્કરણ કરીને રિપોર્ટ તૈયાર કરવાની શરૂઆત થશે તેમ ફોરેન્સિક વિભાગના વડા ડો. હેતલ કયાડા જણાવે છે.

રોજ સ્ટાફ અને કામદારોનું ટેમ્પરેચર ચકાસવામાં આવશે

કોરોના સંક્રમણને ખાળવા અધિક કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં રોજ સ્ટાફ અને કામદારોનું ટેમ્પરેચર તેમજ ઓક્સિજન લેવલ ચકાસવા તાકિદ કરાઈ હતી.

રાજકોટમાં ઘરે ઘરે સર્વનો છઠ્ઠો રાઉન્ડ શરૂ

રાજકોટ મનપા કમિશનરે નિવેદન આપ્યું છે કે રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજકોટમાં ઘરે ઘરે સર્વેનો છઠ્ઠો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં લોકો સામેથી ટેસ્ટ કરાવવા આવી રહ્યાં છે. અન્ય બિમારીઓ હોય અને કોવિડ પોઝિટિવ આવે તો હોસ્પિટલમાં સારવાર લેવા તંત્રએ અનુરોધ કર્યો છે.

અલગ અલગ વિસ્તારમાં કોરોના ટેસ્ટ બુથ શરૂ કરવામાં આવ્યાં

રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં મનપા દ્વારા ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યાં છે. કિસાનપરા ચોક ખાતે કોરોના ટેસ્ટ બુથ શરૂ કરાયું છે. દરેક બુથ પર ટેસ્ટ ઈઝ ધ બેસ્ટના સુત્ર સાથે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં લગભગ 11 સ્થળો પર ટેસ્ટ બુથ શરૂ કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here