હળવદ : જાહેરનામા ભંગના વધુ 15 ગુના નોંધાયા, 10 વાહનો ડિટેઇન કરાયા

0
9
લોકડાઉનમાં દુકાનો ખુલ્લી રાખનાર તેમજ કામ વગર રખડતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી
હળવદ : હાલ કોરોના એ ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાઈરસના ચેપને આગળ વધતો અટકાવવા કરાયેલા લોકડાઉન જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખતાં તેમજ કામ વિના ચક્કર મારતા ૧૫ શખ્સોની પોલીસે ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. જ્યારે ૧૦ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હાલ મોરબી જીલ્લામાં પણ એક દર્દીને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેને લઇને ખાસ જિલ્લાભરમાં લોકડાઉનને વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે. પોલીસ સતત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે સાથે જ વગર કામે બિનજરૂરી બહાર નીકળતા શખ્સો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં હળવદ પી.આઈ. સંદિપ ખાંભલા, પી.એસ.આઈ. પી.જી.પનારા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં બિનજરૂરી કામે નીકળેલા શખ્સો તેમજ જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખતાં શખ્સો પર તવાહિ બોલાવી છે. જેમાં છેલ્લા બે દિવસમાં હળવદમાં વગર કામે રખડપટ્ટી કરતા ૧૫ શખ્સોની ધરપકડ કરાઈ છે. જેઓ પર જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ૧૦ વાહનો ડીટેઈન કરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here