Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

વડોદરા. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. જેને લઇને વડોદરા પાસે જરોદ સ્થિત NDRF હેડ ક્વાર્ટર ખાતે 15 ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 12 ટીમને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તૈનાત કરી દેવામાં આવી છે.

તમામ ટીમો મેડિકલ સુવિધા, રબર બોટ અને વાયરલેસ ફોન સાથે તૈયાર 

ગુજરાતમાં આગામી 4 અને 5 જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. વડોદરા પાસે આવેલા જરોદ ખાતે NDRF હેડ ક્વાર્ટર ખાતે 15 ટીમ તૈયાર છે. મેડિકલ સુવિધા, રબર બોટ અને વાયરલેસ ફોન સાથે તમામ ટીમો તૈયાર છે. એક ટીમમાં 25થી 30 જવાનો વાવાઝોડા અને વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. જેમાંથી નવસારી, ભરૂચ, સુરત, વલસાડ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટીમો ખડકી દેવાઇ છે.

જરૂરિયાતના સંજોગોમાં NDRFની વધુ ટીમો મોકલવામાં આવશે

જરોદ ખાતેના રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળના એકમના પ્રવક્તા હિમાંશુ બડોલાએ જણાવ્યું કે, જરૂરિયાતના સંજોગોમાં અમે વધુ ટીમો મોકલી શકીશું. અમારી પ્રત્યેક ટુકડીમાં 25થી 30 બચાવ કામગીરીમાં નિપુણ જવાનોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની આપદાઓમાં બચાવની કામગીરી માટે આ જવાનો તાલીમબદ્ધ હોય છે. તેઓ વિવિધ પ્રકારની સાધન સુવિધા ધરાવે છે. ખાસ કરીને વાવાઝોડાની આફતમાં પડી ગયેલા વૃક્ષો, થાંભલા, કાટમાળ ઇત્યાદિને હટાવીને રસ્તા ચાલુ કરવા માટે વિવિધ પ્રકારના કટિંગ ઉપકરણો ઉપરાંત આ ટીમો પાસે ગમે તેવી પરિસ્થિતિમાં કોમ્યુનિકેશન ચાલુ રહે એ માટે સેટેલાઇટ ફોન, સેટેલાઇટ અને ઇન્ટરનેટ સહિતની સુવિધાઓ હોય છે. વિવિધ પ્રકારની લાઈટ, બે રબર બોટ્સ, સિગ્નલના સાધનો અને બચાવ રાહતમાં ઉપયોગી પરંપરાગત સાધનોથી ટીમો સુસજ્જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments