પાકની નાપાક રમત, POK માં 150 આતંકી સક્રિય થતા સેના એલર્ટ

0
12

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ને હટાવી લીધા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. તણાવ વધવાની સાથે જ પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને અંજામ આપવાનું કાવતરું શરૂ કરી દીધું છે. ઇસ્લામાબાદે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય સીમા પર અનેક આતંકીઓ ફરી સક્રીય થયા છે.

પેરિસ સ્થિત અંતર સરકારી સંસ્થાન ફાઇનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવેલ મે 2019 સુધીની અવધીને ધ્યાને રાખતા લગભગ તમામ રીતે બંધ થેયલી આ આતંકી શિબિરમાં ગત સપ્તાહ દરમિયાન ખુબ જ સક્રીયતા જેવા મળી છે.

ભારતીય સેના એલર્ટ

ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કંટ્રોલ લાઈન (એલઓસી) થી પીઓકે ક્ષેત્રની કોટલી, રાવલકોટ, બાઘ અને મુજફ્ફરાબાદમાં આંતકી શિબિર જેમણે પાકિસ્તાની સેનાના સહયોગથી કરી હતી, તે ફરીવાર સક્રિય થઇ છે જેને જોતા ભારતીય સેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

પુલવામાં જેવો હુમલો થાય તો તેના માટે ઇસ્લામાબાદ જવાબદાર નહીં

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને 2 દિવસ પહેલા સંસદના સંયુક્ત સત્રમાં એક નિવેદન આપ્યું હતું કે, ભારતમાં હવે જો પુલવામાં જેવો હુમલો થાય તો તેના માટે ઇસ્લામાબાદ જવાબદાર નહીં હોય. ઇમરાન ખાને નિવેદનમાં પ્રત્યક્ષ રીતે જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર-એ-તોયબા તથા પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સના હેન્ડલર્સને પ્રશિક્ષણ શિબિર અને લોન્ચ પેડ ફરી સક્રિય કરવા માટે છૂટ આપવામાં આવી છે.

150 સભ્યો થયાં એકઠા

ખાનગી રિપોર્ટસમાં ખુલાસો થયો કે, જેઇએમ, એલઇટી અને તાલિબાનના લગભગ 150 સદસ્ય કથિત રીતે પણ કોટલીના નજીકના ફાગૂશ અને કુંડ શિબિરો તથા મુજફ્ફરાબાદ ક્ષેત્રમાં શવાઇ નલ્લાહ અને અબ્દુલ્લાહ બિન મસૂદ શિબિરમાં એકઠા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here