કોરોના વિશ્વમાં : અત્યાર સુધીમાં 3.14 કરોડ કેસ : WHOની આગેવાની હેઠળની કોરોના વેક્સિનની સપ્લાઈ અને ડિસ્ટ્રીબ્યુશન સ્કીમમાં 156 દેશ જોડાયા, ચીન અને અમેરિકા તેમા સામેલ નહી.

0
6

વિશ્વમાં અત્યાર સુધીમાં 3 કરોડ 14 લાખ 99 હજાર 343 કેસ નોંધાયા છે. જ્યારે 2 કરોડ 31 લાખ 9 હજાર 498 લોકો સાજા થયા છે. 9 લાખ 69 હજાર 287 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભવિષ્યમાં તૈયાર થનાર કોરોના વેક્સિનની સપ્લાઈ અને ડિસ્ટ્રીબ્યુશનની સ્કીમ તૈયાર કરી છે. તેને કોવેક્સ સ્કીમ નામ અપાયું છે. આ સ્કીમમાં વિશ્વના 156 દેશ જોડાયા છે. તેમા 64 સેલ્ફ ફાઈનાન્સિંગ અને આર્થિક રીતે મજબૂત દેશ પણ જોડાયા છે. જ્યારે ચીન અને અમેરિકા તેમા સામેલ નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થા વૈશ્વિક લેવલે વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન કરનાર સંસ્થા ગાવી સાથે મળીને આ કામ કરશે. આ સ્કીમ દ્વારા એ નક્કી કરાશે કે વેક્સિનને પહોંચાડવામાં અને ડિસ્ટ્રીબ્યુશનમાં કોઈ ગરબડ ન થાય. WHOના નિર્દેશક ગેબ્રિસિએસે સોમવારે આ સ્કીમની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ કોઈ ચેરિટી નથી. પણ તે બધા દેશના હિતમાં છે.

10 દેશમાં કોરોના વાઈરસની સૌથી વધારે અસર

દેશ કેસ મોત સાજા થયા
અમેરિકા 70,46,216 2,04,506 4,299,525
ભારત 5,560,105 88,965 4,494,720
બ્રાઝીલ 4,560,083 137,350 3,887,199
રશિયા 1,109,595 19,489 911,973
પેરુ 772,896 31,474 622,418
કોલંબિયા 770,435 24,397 640,900
મેક્સિકો 700,580 73,697 502,982
સ્પેન 671,468 30,663 ઉપલબ્ધ નથી
દ. આફ્રિકા 661,936 15,992 591,208
આર્જેન્ટિના 640,147 13,482 508,563

 

અમેરિકામાં મહામારીને લઈને ટ્રમ્પ ખોટું બોલ્યા

વિશ્વભરમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહામારીથી થઈ રહેલા મોતને લઈને ખોટું બોલ્યા છે. તેઓએ ઓહિયાની રેલીમાં કહ્યું હતું કે અમેરિકામાં મૃત્યુ દર વિશ્વમાં સૌથી ઓછો છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે મૃત્યુ દરની બાબતમાં 195 દેશમાં અમેરિકા 53માં નંબરે છે. અમેરિકામાં મૃત્યુદર 2.9% છે.

બ્રિટનમાં રાતના 10 વાગ્યાથી પબ-રેસ્ટરાંમાં કર્ફ્યુ

બ્રિટનમાં પબ, બાર અને રેસ્ટોરાંમાં રાતના 10 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કરાયું છે. કેબિનેટ મંત્રી માઈકલ ગોવેએ આ જાણકારી આપી હતી. દેશમાં સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here