Monday, December 5, 2022
Homeગુજરાતસુરેન્દ્રનગર જિલ્લાના 1560 બાળકો શિક્ષણથી વંચીત

સુરેન્દ્રનગર જિલ્લાના 1560 બાળકો શિક્ષણથી વંચીત

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લામાં જે બાળકો શાળાએથી ડ્રોપ લીધો હોય કે શાળાએ અભ્યાસ માટે આવ્યા જ ન હોય તેવા બાળકો શોધવા સરવે હાથ ધરાયો હતો. જેમાં 6થી 18 વર્ષની વયના બાળકોના સરવેમાં જિલ્લામાં 1433 ડ્રોપ આઉટ અને 127 વિદ્યાર્થીઓ ક્યારેય સ્કુલેજ ન ગયાનું ધ્યાને આવ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી જિલ્લો શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે. અહીં હાલ અભ્યાસ માટે બીજા જિલ્લાઓમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. ત્યારે જિલ્લામાં હજુ પણ એવા બાળકો છે જે કોઇ કારણો સર અભ્યાસ કરવાનું છોડી દઇ અને કોઇતો હજુ સુધી કયારેય શાળાએજ નથી આવતાનું ધ્યાને આવ્યુ હતુ. આથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ દર વર્ષે સરવે કરાય છે જિલ્લામાં કોરોના કાળ દરમિયાન સરવે થઇ શક્યો નહતો. ત્યારે તા.1થી 30 જૂન સુધી 1557 સભ્યોની સમિતીએ જિલ્લામાં સરવે હાથ ધર્યો હતો.

જેમાં 6થી 18 વર્ષની વયના શિક્ષણથી વંચીત, કદી શિક્ષણ ન મેળવેલ, ધો.12 સુધીનું શિક્ષણ પુરૂ કર્યાવગર છોડી દેનાર, દિવ્યાંગ સહિત બાળકોને આવરી લેવાયા હતા. જેમાં શહેરના સ્લમ વિસ્તાર, બાંધકામ થતુ હોય તેવા સ્થળો, બસસ્ટેશન, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો આસપાસ, ઝુંપડપટ્ટી, સીનેમાઘરો આસપાસ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બેકવર્ડ વિસ્તાર, અગરીયાવિસ્તાર, ગ્રામ્ય વિસ્તારના સ્થાનીકોની મદદથી સરવે, જૂદી જૂદી સંસ્થાના સર્વમાં આવેલા બાળકોનો સરવે કરાયો હતો. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે જિલ્લાના 1433 બાળકો શાળા અધવચ્ચે છોડી હતી.જ્યારે 127 તો ક્યારેય શાળાએ જ નથી ગયાનું ધ્યાને આવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular