- CN24NEWS-16/06/2019
ધર્મ ડેસ્ક: 16 જૂનનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.
મેષ-
પોઝિટિવ- ચંદ્રમાની સ્થિતિ તમારા માટે સારી રહેશે. નોકરીમાં નવી જવાબદારી મળશે. વધારાની આવક પણ થશે. રોકાણમાં ફાયદો થશે. તમારું મન સાફ રહેશે. આત્મવિશ્વાસ વધશે. નવું કામ શરૂ થઈ શકે છે.
નેગેટિવ- બીજા લોકોના કામ પૂરા કરવામાં તમારું કામ અધૂરું રહેશે. અમુક કામ યોજના પ્રમાણે થશે નહીં. તમારો મૂડ ખરાબ થઈ શકે છે. ખર્ચ પણ વધશે.
ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.
લવ- પ્રેમનો એકરાર કરવા ઈચ્છો છો તો દિવસ સારો છે. દિલની વાત વ્યક્ત કરવી.
કરિયર- તમારા માટે કાર્યક્ષેત્રમાં સમય સારો રહેશે. વિદ્યાર્થીઓને તણાવ રહેશે.
હેલ્થ- નાની બીમારી તમારી મુશ્કેલી વધારશે.
શું કરવું- બદામનું તેલ વાપરવું.
……………………
વૃષભ-
પોઝિટિવ- તમારું ધ્યાન પૈસાની બાબતમાં રહેશે. જૂની સમસ્યાનું સમાધાન મળશે. રહસ્યમય વિદ્યાને જાણવામાં રસ વધશે. સંતાનનો સહકાર મળશે. ભાગ્યનો સાથ મળશે. કરિયરની ચિંતા દૂર થશે.
નેગેટિવ- કોઈ જોખમભર્યુ કામ કરવાની કોશિશ કરવી નહીં.
ફેમિલી- પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.
લવ- લવ લાઈફ માટે સારો સમય છે. બન્ને તરફથી નવા વચનો આપવામાં આવશે.
કરિયર- બઢતીની તક મળશે. મોટો નિર્ણય પણ તમે લઈ શકો છો. ભાગ્યનો સાથ મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે.
શું કરવું- કાળા કપડાંમાં જવ રાખીને તેનું દાન કરવું.
…………………………..
મિથુન-
પોઝિટિવ- કોઈ વ્યક્તિ તેની ગુપ્ત વાત તમને કહેશે. જીવનસાથી સાથે લાંબી વાત થશે. બગડતા સંબંધોને સુધારવાની કોશિશ કરવીં. ખર્ચમાં ખટાડો કરવો પડશે.
નેગેટિવ- પડકારજનક સ્થિતિનું નિર્માણ થશે. ઈજા થઈ શકે છે. સંભાળીને રહેવું. બિનજરૂરી કામમાં સમયનો વ્યય કરવો નહીં.
ફેમિલી- પાર્ટનરનો સહકારમ મળશે.
લવ- લવ લાઈફમાં મોટો નિર્ણય લેવો પડશે.
કરિયર- પૈતૃત સંપત્તિ સાથે જોડાયેલી વાત તમારી સામે આવી શકે છે. નવું કામ શરૂ ન કરવું. કોઈને પૈસા ઉધાર ન આપવા. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
હેલ્થ- જૂની બીમારી મુશ્કેલી વધારશે.
શું કરવું- એક જનોઈની જોડી અને કેળા વિષ્ણ મંદિરમાં દાનમાં આપવા.
………………………
કર્ક-
પોઝિટિવ- કોઈ મોટા સોદાની તૈયારી રાખવી. મોટા ભાગનું કામ પૂરું કરી લેશો. નાના કામથી શરૂઆત કરશો તો સફળતા ઝડપથી મળશે. અમુક લોકોનું તમને સમર્થન મળશે. લોકો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. તમારું સન્માન થશે. તમારા વિચારોને રજૂ કરવામાં સફળતા મળશે. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે.
નેગેટિવ- અમુક લોકો તમારી મુશ્કેલી વધારી શકે છે. જૂની વાતો તમારી મશ્કેલી વધારી શકે છે. સાવધાન રહેવું. ઈચ્છા વિરૂદ્ધ અમુક નિર્ણયો લેવા પડશે. નોકરી અને બિઝનેસમાં અજાણ્યો ડર તમને પરેશાન કરશે.
ફેમિલી- પતિ-પત્નીનો સંબંધ મજબૂત બનશે.
લવ- કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા ઈચ્છો છો તો આપી દેવો.
કરિયર- અધિકારીઓને મદદ મળી શકે છે. ધંધામાં નવા સંબંધ પણ બનશે. વિદ્યાર્થીઓને મહેનત કરવા છતાં પરિણામ મળશે નહીં.
હેલ્થ- સાંધાનો દુખાવો પરેશાની વધારી શકે છે. સાવધાન રહેવું.
શું કરવું- હનુમાનજીના દર્શન કરવા.
……………………..
સિંહ-
પોઝિટિવ- ખુલ્લા મન અને ઈમાનદારીથી કામ કરો. તમારી મહેનતના કારણે આગળ વધી શકશો. દુશ્મનો ઉપર જીત મળશે. ભાગીદારીમાં અમુક વાત આજે ખાસ રહેશે. સમજદારીથી કામ લેવું પડશે. જેનાથી સારું પરિણામ મળશે. સંબંધોને સુધારવાની કોશિશ કરશો. કોર્ટની બાબતમાં સફળતા મળશે. મનોરંજનની અચાનક તક મળશે.
નેગેટિવ- અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. ગુસ્સામાં કોઈને કંઈ કહેવું નહીં. ચૂપ રહેવાની કોશિશ કરવી. તમને જૂની સમસ્યા પણ પરેશાન કરી શકે છે. જોખમ ન લેવું. જરૂરી કામમાં ઉતાવળ ન કરવી. વાહનથી સંભાળવું. તમને પરિણામથી સંતોષ થશે નહીં.
ફેમિલી- સંબંધની બાબતમાં ઉતાવળ કરવી તમારા માટે યોગ્ય નથી.
લવ- કોઈને લગ્નનો પ્રસ્તાવ કરવા ઈચ્છો છો તો આજે કરી દવો.
કરિયર- કાર્યક્ષેત્રમાં પરેશાની વધશે. કોઈને ઉધાર પૈસા આપવા નહીં. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.
હેલ્થ- તણાવ વધશે. સાવધાન રહેવું.
શું કરવું- લોકોને ફળોનો રસ પાવો.
……………………….
કન્યા-
પોઝિટિવ- ભાઈ અને મિત્રોનો સહકાર મળશે. ઓફિસ અને પરીવારમાં બદલાવ આવશે. મહત્વના વિષયો પર ધ્યાન આપવું. બીજા માટે ત્યાગ પણ તમારે કરવો પડશે. દરેક સ્થિતિમાં વિનમ્ર રહેવું પડશે. તમારા કામથી બધા પ્રસન્ન થશે.
નેગેટિવ- રોજિંદા કામને સાવધાનીથી કરવા. સંતાન સાથે જોડાયેલી બાબતમાં ચિંતા રહેશે. કોઈ અધિકારી કે પરિવારના વડીલ તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે. કોઈ તમારી યોજના બગાડી શકે છે. કોઈ વાતને લઈને મૂંઝવણ થઈ શકે છે. વાહનથી સાવધાની રાખવી.
ફેમિલી- પાર્ટનર તમારી દરેક વાતને સમજશે અને સલાહ પણ લેશે. પ્રેમ વ્યક્તિ કરવા માટે સમય મળશે.
લવ- લવ લાઈફમાં વિવાદ થઈ શકે છે. પાર્ટનરનો મૂડ ખરાબ થઈ શકે છે.
કરિયર- કાર્યક્ષેત્ર કે બિઝનેસમાં યોજના બદલી શકે છે. સાવધાન રહેવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં દબાણ રહેશે. મન ભટકશે. આળસના કારણે મુશ્કેલી સર્જાશે. એકાગ્ર થવાની કોશિશ કરો.
હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે. જૂની બીમારી પણ થઈ શકે છે.
શું કરવું- ગણેશ મંદિરમાં મીઠાઈ ચઢાવવી.
……………………
તુલા-
પોઝિટિવ- આત્મવિશ્વાસ વધશે.પરિવાર અને સંતાનને સમય આપવો. વિષમ પરિસ્થિતિથી તમે ચિંતિત રહેશો. તમને યોગ્ય સમયે મદદ મળી જશે. રહસ્યની વાત તમને જાણવા મળી શકે છે. ઓફિસના વિવાદને ઉકેલવો પડશે. તમારું વલણ હકારાત્મક રહેશે.
નેગેટિવ-કોઈ બાબતમાં ઉતાવળ ન કરવી. ભાગ્યનો સાથ ઓછો મળશે. જોખમ લેવાથી બચવું. સંવેદનશીલ બાબતને ગુપ્ત રાખવી. નોકરીમાં સ્થિતિ સારી રહેશે નહીં. ઘર-પરીવારમાં સમસ્યા રહેશે. પૈસા સાથે જોડાયેલી બાબતમાં પણ સાવધાન રહેવું.
ફેમિલી- લગ્નજીવન વિવાદ થઈ શકે છે. સમસ્યાને શાંતિથી ઉકેલવી.
લવ- લવ લાઈફમાં મુશ્કેલી આવશે.
કરિયર- ભાગીદારીના ધંધામાં લાભ થશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે. વિદ્યાર્થીઓને સફળતા પણ મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.
શું કરવું- પાણીમાં બે ટીપા ગુલાબજળ નાંખીને સ્નાન કરવું.
…………………..
વૃશ્ચિક-
પોઝિટિવ- કોઈ ખાસ કામ પૂરું થશે. તમારો દિવસ સામાન્ય રહેશે. ભવિષ્યમાં ફાયદો થાય તે રીતે પૈસાનું રોકાણ કરવું. ઘર બદલવા ઈચ્છો છો તો શરૂઆત કરી દેવી. પરીવારના સભ્યો સાથે સંબંધ મધુર બનશે. બિઝનેસના નિર્ણય માટે તમારી સલાહ લેવામાં આવશે.
નેગેટિવ- પૈસાને લઈને તમારી ચિંતા વધશે. અમુક લોકો સાથે સંબંધ બગડી શકે છે. અમુક વસ્તુઓ તમે ભૂલી શકો છો. તણાવ રહેશે. કલ્પનામાં ખોવાયેલા રહેશો. મિત્ર અને ભાઈની સમયસર મદદ ન મળવાના કારણે અમુક કામ અધૂરા રહેશે.
ફેમિલી- ઘરમાં ચાલી રહેલી સમસ્યાની બીજાને વાત કરવી.
લવ- આજે સંવેદનશીલ રહેશો. કોઈ વાતનો ખોટો અર્થ કાઢી શકો છો.
કરિયર- કોઈ જોખમ ભરેલો નિર્ણય ન કરવો. મહેનતથી સફળતા મળશે.
હેલ્થ- એસિડિટી મુશ્કેલી વધારશે.
શું કરવું- પાણીમાં સાકર અને મીઠું મિક્સ કરી પીવું.
……………………..
ધન –
પોઝિટિવ- બિઝનેસ અને પૈસાની બાબતમાં ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં આગળ વધવાની તક મળશે. તમને મળેલા અનુભવનો ઉપયોગ તમે વ્યક્તિગત જીવનમાં પણ કરી શકો છો. પૈસાની બાબતમાં તમે ચતુર સાબિત થશો. ખાસ કામનું પ્લાનિંગ કરશો.
નેગેટિવ- લોકો તમારી સાથે અલગ જ વ્યવહાર કરી શકે છે. એક કરતા વધારે કામ હાથમાં ન લેવા. સાથી કર્મચારી મુશ્કેલી સર્જશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે.
ફેમિલી- એકલવાયું લાગશે. પાર્ટનર માટે પૈસાનો ખર્ચ કરવો પડશે.
લવ- પાર્ટનરને મોટું વચન આપવું નહીં. નવા સંબંધમાં આગળ વધવું નહીં.
કરિયર- ઓફિસમાં દિવસ ઠીક રહેશે. મુશ્કેલીઓ હલ થશે. કાનૂની વિષયના વિદ્યાર્થીઓને સફળતા મળશે.
હેલ્થ- જૂની બીમારી મુશ્કેલી સર્જી શકે છે.
શું કરવું- – 11 વાર ઓમ ગં ગણપતયૈ નમ:નો જાપ કરવો.
…………………….
મકર-
પોઝિટિવ- તમારી રાશિમાં ચંદ્રમાં રહેશે. પૈસાનું દબાણ ઓછું થશે. કોઈ ખાસ વાતનો પૂર્વાભાસ થઈ જશે. મુશ્કેલી સ્થિતિ જે ચાલી રહી છે તે હલ થઈ જશે. ખાસ કામની તૈયારી કરશો. લગ્નજીવન મધુર બનશે.
નેગેટિવ- કોઈ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને કાળજી રાખવી. બિનજરૂરી ખર્ચ વધશે. પોતાની જાત ઉપર કાબુ રાખવો. કોઈ કામને લઈને સમય અને પૈસાનો વ્યય થશે.
ફેમિલી- પાર્ટનર તમારા મનની વાત જાણી લેશે.
લવ- પાર્ટનર દ્વારા સહયોગ અને સરપ્રાઈઝ મળશે.
કરિયર- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી. પાર્ટનરની મદદ મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
શું કરવું- માવાની મીઠાઈ લક્ષ્મી કે કોઈ દેવીના મંદિરમાં ચઢાવવી.
…………………
કુંભ-
પોઝિટિવ- અધિકારી સાથે મુલાકત થવાના યોગ બની રહ્યા છે. આજે તમે નવી વાતોને શીખશો. કામને લઈને તમારા મનમાં નવા વિચારો આવી શકે છે. કલા અને સાહિત્યમાં તમારો રસ વધશે. સ્વાસ્થ્યને લઈને સમય સારો રહેશે.
નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે તમારી ભાગદોડ વધશે. તમને ગુસ્સો પણ આવશે. કામ બગડવાની સંભાવના છે. જોખમ લેશો તો મુશ્કેલી વધશે. પૈસાની બાબતને લઈનો કોઈ સાથે વિવાદમાં ન પડવું.
ફેમિલી- પાર્ટનરનું ધ્યાન તમારા ઉપર રહેશે.
લવ- નવા પ્રેમ સંબંધને તોડી જૂના સંબંધો ઉપર ધ્યાન આપશો.
કરિયર- કામનું ભારણ રહેશે. અધિકારીઓનો સહકાર મળશે. વિદ્યાર્થિઓ માટે સમય સારો છે.
હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સમય સારો રહેશે.
શું કરવું- ગાયને ઘઉં અને ગોળ ખવડાવવો.
…………………………….
મીન-
પોઝિટિવ- આ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળી શકે છે. લાભ ભાવમાં ચંદ્રમાં હોવાથી ફાયદો થશે. બચત વધશે. રોકાણ વિશે જાણકારી મળશે. નવા રોકાણનો વિચાર આવશે. ભાવુક થઈ શકો છો. ધારેલા કામમાં સફળતા મળશે. તમારું પર્ફોર્મન્સ સારું રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
નેગેટિવ- આજે થોડો થાક લાગશે. અમુક કામ અધૂરા રહેશે. તમારે વધારે મહેનત કરવી પડશે. અજાણ્યા ડરના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે.
ફેમિલી- જીવનસાથીને દિલની વાત કહેવી. પાર્ટનર તમારી વાત સાથે સહમત થઈ જશે.
લવ- લવ લાઈફ સારી રહેશે.
કરિયર- કાર્યક્ષેત્રમાં અને બિઝનેસમાં લોકોની મદદ મળશે. અટવાયેલું કામ પૂરું થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.
શું કરવું- લીલો રેશમી દોરો કાંડા ઉપર બાંધવો.