રાજકોટ : શિક્ષણ જગતમાં ખળભળાટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ 16 કર્મચારી પોઝિટિવ નોંધાયા

0
7

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીનો 2 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ગઈકાલે બે ડેપ્યુટી રજિસ્ટાર, પ્લાનિંગ ઓફિસર સહિત 4 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. ત્યારે આજે વધુ 16 કેસ પોઝિટિવ આવતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી 147 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 16 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર યુનિ.માં 16 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ 

ક્રમ નામ વિભાગ
1 રિદ્ધી નકુમ ઓડિટ
2 હિમાંશી હિરપરા બાંધકામ
3 રમણીક બોરિયા પરીક્ષા
4 ચૈતાલી ગાંધી એકેડેમી
5 અમિત દવે બાંધકામ
6 ચેતના ચૌહાણ બાંધકામ
7 સી.એમ.વેકરીયા પરીક્ષા
8 શૈલેષ મકવાણા પરીક્ષા
9 નિમિષા પંડ્યા પરીક્ષા
10 મુકેશ રાયચુરા પરીક્ષા
11 જયપ્રકાશ ત્રિવેદી પરીક્ષા
12 ગૌરાંગ મણિયાર પરીક્ષા
13 માધવી કડવાતર સામાન્ય
14 શિતલ ત્રિવેદી બાયોટેકનોલોજી ભવન
15 ડી.એન.ડી. અગ્રાવત- આરોગ્ય કેન્દ્ર
16 સંજય ભટ્ટી બાંધકામ

 

ઈમરજન્સી સિવાયની તમામ કામગીરી એક સપ્તાહ માટે બંધ

યુનિવર્સિટીમાં કોરોના બોમ્બ ફૂટતા ઈમરજન્સી સિવાયની તમામ પ્રકારની કામગીરી એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.તારીખ 27 થી શરૂ થતી પરીક્ષા ચાલુ રહેશે. પરંતુ તે સિવાયના કોઈ કામ માટે અરજદારોએ કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીએ ન આવવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

NSUIએ પરીક્ષા રદ કરવા માંગ કરી

આગામી 27 ઓગસ્ટના રોજ માસ્ટરની પરીક્ષા શરૂ થનાર છે. પરંતુ કુલપતિને જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી વિદ્યાર્થીઓને કેવી રીતે સુરક્ષિત રાખશે તેવા સવાલ સાથે NSUIના કાર્યકરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIના કાર્યકરોએ પરીક્ષા રદ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા.

50 ટકા કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ સહિત 21 કેસ પોઝિટિવ નોંધાતા માત્ર 50 ટકા કર્મચારીઓ સાથે જ યુનિવર્સિટીનું કામકાજ ચાલશે. જ્યારે બાકીના 50 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કામ કરશે. આ સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએટના ફોર્મનું આવતીકાલથી વેરિફિકેશન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓએ આગામી 9 તારીખ સુધીમાં ઓનલાઈન ફી ભરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here