અમદાવાદ : કોરોનાના નવા 162 કેસ નોંધાયા અને 149 દર્દી ડિસ્ચાર્જ થયા, 4 દર્દીઓના મોત

0
9

અમદાવાદ. રાજ્યમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. કોરોનાના કારણે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં 162 નવા કેસ નોઁધાયા છે અને 149 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આજે 4 દર્દીઓએ કોરોનાના કારણે મોત થયા છે.

ભાજપના ખાડિયા વોર્ડના કોર્પોરેટરને કોરોના થયો

અમદાવાદની સ્થિતિ પણ સારી નથી. ત્યારે શહેરના કોર્પોરેટરને પણ કોરોના થયો છે. આજે ભાજપના વધુ એક કોર્પોરેટરને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. ખાડિયા વિસ્તારથી કોર્પોરેટર એવા મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાછે. તેઓ છેલ્લા 15 દિવસથી તેમના વોર્ડ અને માર્કેટના લોકોના કોરોના ટેસ્ટ કરાવતા હતા. આ દરમિયાન તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here