Saturday, August 20, 2022
Homeકોરોના વિશ્વમાં : બ્રાઝિલમાં એક દિવસમાં 1641 લોકોનાં મોત : વેક્સિનેશનમાં ઇઝરાયેલની...
Array

કોરોના વિશ્વમાં : બ્રાઝિલમાં એક દિવસમાં 1641 લોકોનાં મોત : વેક્સિનેશનમાં ઇઝરાયેલની મદદ લેશે ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા.

- Advertisement -

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11.52 કરોડથી વધુ થયો છે. 9 કરોડ 10 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં 25 લાખ 59 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે મે સુધી દેશમાં એટલી વેક્સિન હશે કે દરેક વયસ્કને વેક્સિનેટ કરી શકાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે મે સુધી દેશમાં એટલી વેક્સિન હશે કે દરેક વયસ્કને વેક્સિનેટ કરી શકાય.
બ્રાઝિલમાં જુલાઈ પછી સૌથી વધુ મોત
બ્રાઝિલની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મંગળવારે રાતે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સોમવારે અને મંગળવારની વચ્ચે અહીં કુલ 1641 સંક્રમિતોનાં મોત થયાં છે. અહીં જુલાઈ 2020 પછી એક દિવસમાં સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સૌથી વધુ છે. 19 જુલાઈએ અહીં એક જ દિવસમાં 1595 લોકોનાં મોત થયાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ, વધતા સંક્રમણ અને મોતને કારણે દેશની હોસ્પિટલ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને સરકારની સામે સૌથી મોટો પડકાર આ સ્થિતિને સંભાળવાની છે.

 

અમેરિકામાં દરેક વયસ્કને વેક્સિન

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે મેં સુધીમાં દેશમાં એટલી વેક્સિન હશે કે દરેક વયસ્કને વેક્સિનેટ કરવામાં આવશે. બાઈડનનું આ નિવેદન એ રીતે મહત્ત્વનું છે કે થોડા દિવસો પહેલાં હેલ્થ મિનિસ્ટ્રીએ એના માટે ઓગસ્ટ સુધીનો સમય નક્કી કર્યો હતો. સીડીસીએ માન્યું હતું કે ઓગસ્ટ પહેલાં બધા વયસ્કોને વેક્સિનેટ કરવા મુશ્કેલ હશે. જોકે જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ શોટ વેક્સિનને મંજૂરી મળ્યા પછી હવે માનવામાં આવી રહ્યું છે કે વેક્સિન સપ્લાઈ ઝડપથી થઈ શકશે અને જૂન સુધી પર્યાપ્ત માત્રામાં એ ઉપલબ્ધ થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે મે સુધી દેશમાં એટલી વેક્સિન હશે કે દરેક વયસ્કને વેક્સિનેટ કરી શકાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે મે સુધી દેશમાં એટલી વેક્સિન હશે કે દરેક વયસ્કને વેક્સિનેટ કરી શકાય.

 

ઈઝરાયેલ પાસે મદદ લેશે ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક

ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જે સ્પષ્ટ કર્યું છે કે યુરોપિયન દેશોમાં વેક્સિનેશનની ગતિ ઘણી ધીમી છે અને એને કારણે જોખમ વધી રહ્યું છે. હવે આ સમસ્યાનો સામનો કરવા માટે ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયાએ ઈઝરાયેલની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. યુરોપમાં અત્યારસુધીમાં માત્ર 7.5 ટકા વસતિને વેક્સિનેટ કરી શકાય છે. ઈઝરાયેલમાં આ આંકડો 52 ટકા, જ્યારે બ્રિટનમાં એ 31 ટકા છે. આ જ કારણે યુરોપના કેટલાક દેશ ઈઝરાયેલનું મોડલ અપનાવવા પર ફોકસ કરી રહ્યા છે. ઈઝરાેયલ સરકારે પણ ભરોસો અપાવ્યો છે કે તે આ દેશોને શકય તેટલી તમામ મદદ કરશે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ સંક્રમિત મૃત્યુ સાજા થયા
અમેરિકા 29,370,705 529,214 19,905,322
ભારત 11,139,323 157,385 10,810,162
બ્રાઝિલ 10,647,845 257,562 9,527,173
રશિયા 4,268,215 86,896 3,838,040
UK 4,188,400 123,296 3,005,720
ફ્રાન્સ 3,760,671 86,803 258,384
સ્પેન 3,204,531 69,609 2,722,304
ઈટાલી 2,938,371 97,945 2,416,093
તુર્કી 2,711,479 28,638 2,578,181
જર્મની 2,455,569 70,924 2,255,500

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular