કોરોના અપડેટ દેશ : 29 રાજ્યોમાં 1657 કેસ : મધ્યપ્રદેશમાં 20 અને મહારાષ્ટ્રમાં 18 નવા કેસ સામે આવ્યા, મંગળવારે એક દિવસમાં સોથી વધારે 272 દર્દી વધ્યા

0
22
  • મહારાષ્ટ્રમાં સૌથી વધારે 64, તમિલનાડુમાં 57 અને મધ્યપ્રદેશમાં 19 સંક્રમિત મળ્યા હતા 
  • ઝારખંડ અને આસામમાં પણ કોરોનાનએ પગપેસારો કર્યો છે, અહીંયા મંગળવારે પહેલો દર્દી મળ્યો હતો 

નવી દિલ્હી. દેશના 29 રાજ્યોમાં કોરોનવા સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. દેશમાં મંગળવારે કોરોના સંક્રમણના 272 નવા કેસ સામે આવ્યા છે. પહેલી વખત એક દિવસમાં આવડી મોટી સંખ્યામાં સંક્રમિત મળ્યા છે. સૌથી વધારે 64 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા અહીંયા કુલ દર્દી 300ની પાર થઈ ગયા છે. ત્યારબાદ તમિલનાડુમાં 57, દિલ્હીમાં 23. મધ્યપ્રદેશમાં 19 અને તેલંગાણામાં 15 કેસ વધ્યા. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1657  થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવાર રાતે 8.30 વાગ્યે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 146 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં હવે કોરોનાના કુલ 1397 કેસ થઈ ગયા છે. જેમાંથી 1 હજાર 238 એક્ટિવ કેસ છે અને 124 સ્વસ્થ થઈ ચુક્યા છે. 35 લોકોના મોત થયા છે.

આ સાથે સેનાએ કોલકાતામાં સંક્રમિત ડોક્ટરના સંપર્કમાં આવનારા 30 અધિકારીઓ અને જવાનોને સતર્કતાના ભાગરૂપે ક્વૉરન્ટીન કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો સેનાના કર્નલના રેન્ક ડોક્ટરના સંપર્કમાં આવ્યા હતા. સાથે જ વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી સામે લડવા માટેના પ્રયાસો પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈન્ક્રો સાથે ફોન પર ચર્ચા કરી હતી.

જમાતમાં સામેલ લોકો દેશભરમાં ભાળ મેળવાઈ રહી છે 
દિલ્હીમાં મરકજની જમાતમાં સામેલ લોકો કોરોના શંકાસ્પદોનું દેશભરમાં ટ્રેકિંગ કરાઈ રહ્યું છે. આંધ્રમાં મરકજથી પાછા આવેલા વધુ 4 લોકો કોરોના પોઝિટિવ મળ્યા. ભોપાલમાં 82 લોકોને ચિન્હિત કરાઈ ચુક્યા છે. સાથે જ રાતે 8 લોકો બરેલીની એક મસ્જિદમાં મળ્યા હતા.

દેશના 19 રાજ્યોની સ્થિતિ
મહારાષ્ટ્ર, કુલ સંક્રમિત-302ઃ
 મંગળવારે 64 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સોમવારે 35 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં સૌથી વધારે દર્દી મુંબઈમાં છે. આ ઉપરાંત પૂણેમાં 45, સાંઘલીમાં 25 અને નાગપુરમાં 12 પોઝિટિવ છે. રાજ્યમાં અત્યાર સુધી 39 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે.

મધ્યપ્રદેશઃ કુલ સંક્રમિત-66ઃ મંગળવારે અહીંયા 19 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઈન્દોરમાં જ 17 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઈન્દોરમાં સંક્રમિતોની સંખ્યા 44 થઈ ગઈ છે. આ મહામારીને ધ્યાનમાં રાખતા જેલમાં ભીડ ઓછી કરાઈ રહી છે.

રાજ્ય સરકાર લગભગ 8 હજાર કેદીઓને પેરોલ અને વચગાળાના જામીન પર છોડશે. પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પાંચ હજાર સજા પામેલા કેદીઓને 60 દિવસના પેરોલ આપવામાં આવી રહ્યા છે. જ્યારે 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ વાળા 3 હજાર કેદીઓને 45 દિવસના વચગાળાના જામીન આપવામાં આવી રહ્યા છે.

કેરળ, કુલ સંક્રમિત-241ઃ મંગળવારે 7 નવા કેસ સામે આવ્યા. સોમવારે 32 કેસ મળ્યા હતા. રાજ્યના તમામ 14 જિલ્લા સંક્રમણથી પ્રભાવિત છે. સૌથી વધારે 107 દર્દી કાસરગોડમાં છે. રાજ્યમાંતી એર સારા સમાચાર પણ છે. અહીંયા એક વૃદ્ધ પતિ-પત્ની સંક્રમણથી સ્વસ્થ થઈ ગયા છે. પતિ 98 વર્ષના અને પત્ની 88 વર્ષના છે. તે ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દી પણ હતા. તે ગત સપ્તાહે ઈટલીથી પાછા આવેલા તેમના બાળકો અને પૌત્ર-પૌત્રીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઈ ગયા છે. એક વાર તેમને વેન્ટિલેટર પર પણ રાખવા પડ્યા હતા.

રાજસ્થાન; કુલ સંક્રમિત-93ઃ રાજ્યમાં મંગળવારે 14 નવા કેસ સામે આવ્યા. જયપુર, ઝૂંઝનૂં, જૂંગરપુર, અજમેરમાં 1-1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉત્તરપ્રદેશ; કુલ સંક્રમિત 104- મંગળવારે અહીંયા બરેલીમાં પાંચ નવા કેસ સામ આવ્યા, ત્યારબાદ સાંજ સુધી વધુ 3 કેસ પણ પોઝિટિવ આવ્યા હતા. રાજ્યમાં સોમવારે 24 કોરોના સંક્રમિત મળ્યા હતા. સૌથી વધારે 30 કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધ નગરમાં છે. ઉત્તરપ્રદેશ પોલીસનું કહેવું છે કે રાજ્યમાં એ 157 લોકોને પણ ભાળ મેળવી લેવાઈ છે, જે નિઝામુદ્દીન સ્થિત મરકજના તબ્લીગી ઈજ્તિમામાં સામેલ થયા હતા.

બિહાર; કુલ સંક્રમિત-21ઃ રાજ્યમાં મંગળવારે કોરોના વાઈરસના 6 નવા કેસ દર્દી મળ્યા હતા. બીજી તરફ સોમવારે સીતામઢીના મઢૌલ ગામમાં એક વ્યક્તિને 2 લોકોએ મારઝૂડ કરીને મારી નાખ્યો હતો. વ્યક્તિ અને તેનો પરિવાર ગઈકાલે જ મહારાષ્ટ્રથી પાછા આવ્યા હતા. મૃતકે કોરોના સહાયતા કેન્દ્રને તેના પાછા આવવાની સૂચના આપી હતી, જેનાથી આરોપી નારાજ હતા. કેસમાં 7 લોકોની ધરપકડ કરાઈ છે.

ઝારખંડ; કુલ સંક્રમિત-01 રાજ્યમાં મંગળવારે કોરોના વાઈરસ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. રાજ્યના સ્વાસ્થ્ય સચિવ નિતિન મદન કુલકર્ણીએ કહ્યું કે, મલેશિયાના એક નાગિરકનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. તેને રાંચીના હિંદપીડી વિસ્તારમાં ખેલ ગામમાં બનાવવામાં આવેલા આઈસોલેશન સેન્ટરમાં મોકલી દેવાયા છે.

દિલ્હી, કુલ સંક્રમિત-120ઃ અહીંયા મંગળવારે 23 નવા કેસ સામે આવ્યા છે. સોમવારે પણ 25 નવા કેસ મળ્યા હતા. અહીંયા નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકજમાં 1 થી 15 માર્ચ સુધી પાંચ હજાર કરતા વધારે લોકો આવ્યા હતા. જેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ અને દેશના 15 રાજ્યોના લોકો સામેલ થયા હતા. 22 માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીંયા 2 હજાર લોકો રોકાયા હતા. અહીંયાથી પાછા આવેલા લોકો સંક્રમિત મળ્યા છે. સરકારે 1339 લોકોને ક્વૉરન્ટીન કર્યા છે.

છત્તીસગઢઃ, કુલ સંક્રમિત-09 મંગળવારે એક કેસ સામે આવ્યો છે. યૂકેની યાત્રા કરીને પાછા આવેલા વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે. અહીંયા સોમવારે પણ કોરબામાં એક દર્દી કોરોના પોઝિટિવ મળ્યો હતો. તાજેતરમાં જ લંડનથી પાછો આવ્યો હતો. જિલ્લામાં આ પહેલો સંક્રમિત છે. રાજ્યમાં રાયપુરમાં 4, ભિલાઈ, બિલાસપુર, કોરબા અને રાજનાંદગાવામાં એક-એક સંક્રમિત છે. અત્યાર સુધી મળેલા 8 પોઝિટિવ દર્દીમાં લંડનથી પાછા આવેલા 4 છે. આ સાથે જ ધમતરીના તાતાપાનીમાં હોમ ક્વૉરન્ટીન કરાયેલા 35 વર્ષના એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. તે તાજેતરમાં જ તમિલનાડુંથી પાછો આવ્યો હતો. તેનામાં સંક્રમણના કોઈ લક્ષણ ન હતા. એક વર્ષ પહેલા જ તેની પત્ની અને દીકરાનું મોત થઈ ગયું હતું. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

તેલંગાણા, કુલ સંક્રમિત 92- અહીંયા મંગળવારે 15 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી ઈ રાજેન્દ્રએ કહ્યું કે, રાજ્યમાં કોરોના વાઈરસના તમામ 15 નવા સંક્રમિત નિઝામુદ્દીન મરકજ પાછા આવ્યા હતા. સૌથી વધારે 36 સંક્રમિત હૈદરાબાદમાં છે. રાજ્યના મંત્રી કેટી રામારાવનું કહેવું છે કે રાજ્યની સરહદ પર અન્ય રાજ્યોમાંથી આવેલા 9 લાખ મજૂર છે. અમે હૈદરાબાદામાં 170 કેમ્પ બનાવવામાં સક્ષમ છે. સાથે જ જરૂરી સામાન ઉપલ્બ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ; કુલ સંક્રમિત 44ઃ મંગળવારે 21 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 44 થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે હોમ ક્વૉરન્ટીન અને પોઝિટિવ દર્દીમાં નજર રાખવા માટે કોવિડ એલર્ટ ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સાથે લગભગ 25 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે આ લોકોના મોબાઈલ નંબર ટેલિકોમ કંપનીઓ સાથે શેર કર્યા છે. જેથી કોઈ વ્યક્તિ પોતાના ઘરના 100 કિમી દૂર જાય તો આ સિસ્ટમ જિલ્લા પ્રશાસનને એલર્ટ કરે છે. ત્યારબાદ સંબંધિત વ્યક્તિને ફોન પર સમજાવવામાં આવે છે. જો તે ન માને તો કાર્યવાહી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here