Thursday, April 18, 2024
Homeગુજરાતના 168 પોલીસકર્મીઓને મુખ્યમંત્રી પોલીસ મેડલથી અલંકૃત કરશે
Array

ગુજરાતના 168 પોલીસકર્મીઓને મુખ્યમંત્રી પોલીસ મેડલથી અલંકૃત કરશે

- Advertisement -

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસના અવસરે રાજ્યના પોલીસ અધિકારીઓને પોલીસ પદક જાહેર કરવામાં આવે છે. આજે 28 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવારે 10 કલાકે પોલીસ દળના 168 પોલીસકર્મીઓને પોલીસ મેડલ્સથી અલંકૃત કરશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ક્ન્વેન્શન હોલમાં આ ગૌરવશાળી કાર્યક્રમ યોજાવાનો છે.

વર્ષ 2014 થી 2019ના સમયગાળા દરમિયાન 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના અવસરે જે પોલીસ કર્મચારીઓએ વિશિષ્ટ સેવા આપી છે. તે પોલીસ કર્મચારીઓને પોલીસ પદક માટે મુખ્યમંત્રી એનાયત કરશે. આ પાંચ વર્ષના સમયગાળામાં 9 પોલીસ કર્મીઓને પ્રજાસત્તાક દિવસ અને 9 પોલીસ કર્મીઓને સ્વાતંત્ર દિવસ એમ કુલ 18 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular